50 વર્ષની ઉંમરે મલાઇકા અરોરાએ બતાવ્યો બોલ્ડ અંદાજ, સફેદ બિકિનીમાં ભરાવદાર ફિગર દેખાડ્યું – જુઓ Photos

મલાઈકા અરોરાની ગણતરી બોલિવૂડની તે હસીનાઓમાં થાય છે, જે સમયની સાથે વધુ સ્ટાઇલિશ બની રહી છે. 50 વર્ષની આ બ્યુટીક્વીન થોડા દિવસોમાં 51 વર્ષની થઈ જશે, પરંતુ તેની ફિટનેસ અને ફેશનેબલ સ્ટાઈલ જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો ન લગાવી શકે. મલાઇકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેના કિલર લુકથી ધૂમ મચાવે છે.

હાલમાં પણ તેણે તેના સિઝલિંગ લુકથી ચાહકોને ઘાયલ કરી દીધા છે. મલાઇકા અલગ-અલગ આઉટફિટ્સમાં ધૂમ મચાવી રહી છે. મલાઈકાએ આ ફોટોશૂટ મેગેઝીન માટે કરાવ્યા છે. એક તસવીરમાં મલાઇકા મલ્ટી ડ્રેસમાં જોવા મળી રહી છે, જ્યારે એકમાં તેણે વ્હાઇટ સ્પોર્ટ્સ બ્રા સ્ટાઈલનો બિકીની સેટ પહેર્યો છે. તે તેના કિલર પોઝથી દરેકનું ધ્યાન આકર્ષિત કરતી જોવા મળી રહી છે.

મલાઈકાના બીજા લુકની વાત કરીએ તો તે સ્ટાઇલિસ્ટ બ્લેક ગાઉનમાં જોવા મળી હતી. મલાઇકાની એક તસવીર એવી પણ છે જે ચાહકોને દીવાના બનાવી રહી છે. આ તસવીરમાં તે સ્વિમિંગ પુલમાં કાતિલાના અદાઓ બતાવતી જોવા મળી રહી છે. મલાઇકાએ અલગ અલગ છ જેટલા આઉટફિટ્સમાં ફોટોશૂટ કરાવ્યુ છે, જે ઘણુ વાયરલ થઇ રહ્યુ છે.

જણાવી દઇએ કે, તાજેતરમાં મલાઈકા અરોરાનું જીવન ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થયું. તેણે કથિત રીતે આ વર્ષની શરૂઆતમાં અર્જુન કપૂર સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને ગયા મહિને તેણે તેના પિતા અનિલ મહેતાને ગુમાવ્યા. અભિનેત્રી ભલે તેની ફિલ્મો માટે ચર્ચામાં ન રહી હોય, પણ તે તેના ફોટોશૂટ્સ માટે ચર્ચામાં રહે છે.

તાજેતરમાં જ ગ્લોબલસ્પા મેગેઝીનને આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે તેને કોઈ પણ અફસોસ વગર પોતાનું જીવન જીવવું ગમે છે. તેણે કહ્યું કે મેં જીવનમાં જે પણ પસંદગીઓ લીધી છે તેણે મારા જીવનને આકાર આપવામાં મદદ કરી છે. શક્તિ શોધવા માટે, તમારે તમારી અંદર જવું પડશે. જ્યારે મારો પરિવાર, મિત્રો અને કામ મારા માટે મોટો આધાર છે.

મારી આસપાસના લોકો પણ મને મજબૂત અને મજબૂત રહેવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમના સમર્થનની મારી દરેક વસ્તુને એકસાથે રાખવાની ક્ષમતા પર મોટી અસર પડી છે. અભિનેત્રીએ વધુમાં કહ્યુ- હું કોઈ અફસોસ સાથે જીવતી નથી અને મને તે રીતે જીવવું પસંદ નથી. જે કંઈ પણ બન્યું છે અને થશે, તે મને કોઈને કોઈ રીતે મદદ કરશે, હું એવું માનું છું.

ત્યાં બ્રેકઅપ વિશે મલાઈકાએ કહ્યું કે મેં મારા જીવન માટે જે નિર્ણય લીધો છે તે એકદમ સાચો છે. આ નિર્ણય મારા જીવનને વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે આગળ લઈ ગયો છે. મને આ અંગે કોઈ અફસોસ નથી. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. અમે ઈચ્છીએ છીએ તે રીતે વસ્તુઓ સમાપ્ત થઈ ગઈ.

જણાવી દઈએ કે મલાઈકાનું આ વર્ષે અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. ચાહકોને તેની જાણ ત્યારે થઈ જ્યારે અભિનેત્રી અર્જુન કપૂરના જન્મદિવસ પર જોવા ન મળી. તેણે સોશિયલ મીડિયા પર પણ તેને શુભેચ્છા પાઠવી ન હતી. જો કે, હજુ સુધી બંનેમાંથી કોઇએ પણ તેમના બ્રેકઅપની પુષ્ટિ કરી નથી.

Shah Jina