અરમાન મલિકની જેમ આ યુટ્યૂબરે પણ કર્યા બે વાર લગ્ન, ખુબ જ અનોખી છે તેની પણ લવસ્ટોરી, બંને પત્નીઓ છે રૂપ રૂપનો અંબાર.. જુઓ તસવીરો

બે બે ખૂબસરત પત્નીઓવાળો બીજો યુટ્યૂબર આવી ગયો સામે, ખુબ જ દિલચસ્પ છે તેમની લવ સ્ટોરી

આજકાલ સોશિયલ મીડિયા દ્વારા ઘણા યુવકો સારી એવી આવક મેળવી રહ્યા છે. સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ એવા પણ છે જ્યાં લોકો લાખો કરોડો પણ કમાઈ શકે છે અને ઘણા તો આજે જનતા વચ્ચે સેલેબ્રિટીઓ પણ બની ગયા છે. તેમની વૈભવી લાઈફ સ્ટાઇલ જોઈને કોઈની પણ આંખો ચાર રહી જાય. એવા જ એક યુટ્યુબર અરમાન મલિકને તો બધા જ જાણે છે, જેને બે પત્નીઓ છે. પરંતુ આજે અમે તમને બે પત્નીઓ વાળ એક અન્ય યુટ્યુબરની કહાની જણાવીશું.

આવો જ એક અન્ય યુટ્યુબર છે જેનું નામ સની રાજપૂત છે અને તેની બે પત્નીઓ પણ છે. સની રાજપૂત આજકાલ પોતાના વીડિયોને લઈને લોકોમાં ચર્ચામાં રહે છે. સની રાજપૂતની યુટ્યુબ ચેનલ પર 2 લાખ 27 હજારથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. અહીં તે પોતાની પત્નીઓ સાથે વીડિયો પોસ્ટ કરતો રહે છે.

સની રાજપૂત પોતાને ડિજિટલ કન્ટેન્ટ સર્જક અને ફેમિલી એન્ટરટેઈનર તરીકે વર્ણવે છે. તેને અરમાન મલિકની નકલ કહેવું ખોટું નહીં હોય. અરમાન મલિકની જેમ તેને પણ બે પત્નીઓ છે અને તેને પણ તેની પહેલી પત્નીથી એક સંતાન છે. સનીની પહેલી પત્નીનું નામ રૂપ અને બીજી પત્નીનું નામ માનસી છે.

સનીએ હાલમાં જ એક વીડિયો દ્વારા લોકોને પોતાની લવ સ્ટોરી જણાવી હતી. સનીએ જણાવ્યું કે તે માનસીને કોલેજમાં મળ્યો હતો અને ત્યાર બાદ તેને માનસી સાથે પ્રેમ થયો હતો. પરંતુ પરિવારના સભ્યો માનસી સાથે લગ્ન માટે તૈયાર નહોતા, તેથી સનીએ રૂપ સાથે લગ્ન કર્યા. સનીને એક દિકરી પણ હતી પણ તે માનસીને ભૂલી ન શક્યો.

એક દિવસ તે રૂપને માનસી અને તેના પ્રેમ વિશે કહે છે. સનીના મનમાં માનસી પ્રત્યેનો આટલો પ્રેમ જોઈને રૂપે સનીને બીજી વાર લગ્ન કરવા કહ્યું. સની પણ માનસી સાથે લગ્ન કરવા સંમત થાય છે. પતિ સનીનો બીજી છોકરી પ્રત્યેનો પ્રેમ જોઈને, રૂપ માનસીને સાથે રાખવાનું નક્કી કરે છે પરંતુ સની પાસેથી વચન લે છે કે તે તેને ક્યારેય છૂટાછેડા નહીં આપે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Rajput (@sunny_family13)

ત્યાર બાદ સનીએ માનસી સાથે લગ્ન કરીને તેને પોતાના ઘરે લઈ આવ્યો અને હવે માનસી અને રૂપ બંને બહેનોની જેમ એક જ રૂમમાં સાથે રહે છે. લોકો તેમની જોડીને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરે છે. તેમના ઘણા વીડિયો અને તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે.

Niraj Patel