સમુદ્ર વચ્ચે બિકિની પહેરી અદાઓ બતાવવી સની લિયોનને પડી ભારે, થયુ એવું કે… જુઓ વીડિયો

સની લિયોની દરિયામાં બિકીની પહેરીને ગઈ હતી અને ન થવાનું થઇ બેઠું- જુઓ વીડિયો

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાનો એક એવો વીડિયો શેર કર્યો હતો, જેને જોઈને તેના ફેન્સ ચોંકી ગયા હતા. સની લિયોન દરિયાની વચ્ચે મજા કરવા ગઈ હતી, પરંતુ પછી તેની સાથે જે થયું તે વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. સની લિયોને હાલમાં જ માલદીવનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બિકી પહેરીને વોટર સ્પોર્ટ્સ એન્જોય કરવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન તેનું સંતુલન બગડે છે અને તે પડી જાય છે અને આવું એક વાર નહીં પણ ઘણી વખત થાય છે. લાખો પ્રયાસો છતાં સની આ વોટર સ્પોર્ટનો આનંદ માણી શકતી નથી.

ઉલ્લેખનીય છે કે, સની લિયોન હાલમાં તેની ફિલ્મ OMG એટલે કે Oh My Ghost ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં સની લિયોન હાથમાં ખંજર પકડીને નીડર અંદાજમાં જોવા મળી રહી છે. સાઉથના સ્ટાર વિજય સેતુપતિએ ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઓહ માય ઘોસ્ટમાં, સની લિયોન એક રાણીની ભૂમિકામાં છે, જેની સાથે એક મોટું રહસ્ય જોડાયેલું છે.

ઓહ માય ઘોસ્ટ એ તમિલ હોરર કોમેડી છે, જેનું નિર્દેશન યુવાન દ્વારા કરવામાં આવ્યું છે. યુવાને હાલમાં જ આ ફિલ્મ અને સની લિયોનના પાત્ર વિશે મહત્વની માહિતી આપી હતી. સની લિયોનના પાત્રની ખાસ વાત એ છે કે તે ફિલ્મની હીરોઇન પણ છે અને વિલન પણ છે. એવી ક્ષણો આવશે જ્યાં તે ખૂબ નરમ દેખાશે અને પછી એવી ક્ષણો આવશે જ્યાં તે તેના અહંકારી સ્વરૂપને પણ બતાવશે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

આ રોલમાં સની લિયોને બંને પ્રકારની લાગણીઓ દર્શાવવાની હતી અને તેણે શાનદાર કામ કર્યું છે.ઓહ માય ઘોસ્ટનું મોટાભાગનું શૂટિંગ મુંબઈમાં થયું છે. ફિલ્મમાં સની લિયોન ઉપરાંત કોમેડિયન સતીશ, યોગી બાબુ, સંજના અને દર્શા ગુપ્તા અને તિલક રમેશ પણ જોવા મળશે. આ વાર્તા હજાર વર્ષ જૂની છે. તેને ક્લિયોપેટ્રાના યુગની વાર્તા કહેવામાં આવી રહી છે.

Shah Jina