ફોટો પડાવવા માટે આ દિગ્ગજ ફૂટબોલરને સાઈડ ઉપર કર્યો રાજ્યપાલે, વીડિયો જોઈને ભડક્યા યુઝર્સ, જોઈને તમારો પારો પણ છટકશે, જુઓ

બેંગલુરુ એફસીએ રવિવારે ડ્યુરાન્ડ કપની ફાઈનલ મેચમાં મુંબઈ સિટી એફસીને 2-1થી હરાવીને પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું. મેચ બાદ જ્યારે બેંગલુરુના કેપ્ટન સુનીલ છેત્રી ટ્રોફી સમારોહમાં પહોંચ્યા ત્યારે પશ્ચિમ બંગાળના ગવર્નર લા ગણેશને તેની સાથે ખરાબ વર્તન કર્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો રાજ્યપાલના આ કૃત્યથી ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સુનીલ સુનીલ છેત્રીને લા ગણેશન ટ્રોફી સાથે તસવીર માટે ધક્કો મારતા જોવા મળે છે.

મેચ બાદ એવોર્ડ સમારંભમાં ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી ટ્રોફી લેવાના હતા. આ એવોર્ડ સમારોહમાં લા ગણેશન અય્યર પણ હાજર હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લા ગણેશન ફોટોશૂટ દરમિયાન પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસમાં તે છેત્રીને આગળ આવવાનું ના પાડતા અને ડાબા હાથથી બાજુ તરફ કરતો જોવા મળે છે.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો ભડકી ઉઠ્યા હતા. લા ગણેશનના આ કૃત્યની સોશિયલ મીડિયા પર ટીકા થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ પણ બંગાળના ગવર્નર પર આકરા પ્રહાર કર્યા હતા. રોબિન ઉથપ્પાએ હાલમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

રોબિન ઉથપ્પાએ ટ્વિટર પર લખ્યું, ‘આ દરેક રીતે ખોટું છે!! માફ કરશો @chetrisunil11 તમે આનાથી  કંઈક વધુને લાયક છો!!’ ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ ટ્વિટ કર્યું, ‘આ શરમજનક છે.’ આ સિવાય કેટલાક લોકોએ લખ્યું કે લા ગણેશનને સુનીલ છેત્રી અને ભારતીય ફૂટબોલની માફી માંગવી જોઈએ.

Niraj Patel