રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે “તારક મહેતા”ની નવી અંજલિ ભાભી, 5 વર્ષ પહેલા બિઝનેસમેન સાથે કર્યા હતા લગ્ન

નવા અંજલિ ભાભીનો પતિ છે આટલો હેન્ડસમ, 8 તસવીરો જોઈને ચોંકી જશો

સબ ટીવીનો પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 12-13 વર્ષથી દર્શકોનું સતત મનોરંજન કરતો રહ્યો છે. આ શોમાં છેલ્લા કેટલાક સમયમાં બદાવ આવ્યા છે. લોકડાઉન બાદ ફરીથી શરૂ થયેલ શોમાં કેટલાક સ્ટાર્સ નવા જોડાયા છે. શોમાં સોઢી બાદ અંજલી ભાભીનું પાત્ર નિભાવનાર નેેહા મહેતા આ શોને અલવિદા કહી ચૂકી છે અને તે બાદ હવે સુનૈના ફોજદાર આ શોમાં અંજલી ભાભીનું પાત્ર નિભાવી રહી છે.

સુનૈના ફોજદાર ઘણીવાર તેની પર્સનલ લાઇફ અને તેની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. સુનૈનાએ તેના રિયલ લાઇફ પતિ સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

સુનૈનાએ પતિ કુણાલ ભંબવાનીના જન્મદિવસના અવસર પર તેણે ખૂબ જ રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબસુરત જોવા મળી રહી છે.

તમને જણાવી દઇએ કે, સુનૈનાએ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ હતુ અને તે બાદ 12 માર્ચ 2016માં લગ્ન કર્યો હતો. બંનેના લગ્નને પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. જેમાં કેટલાક નજીકના મિત્રો અને પરિવારના લોકો સામેલ થયા હતા.

સુનૈના ફોજદારનો પતિ કુણાલ એક બિઝનેસમેન છે. સુનૈનાની લવ સ્ટોરી ઘણી ઇંટ્રેસ્ટિંગ છે. કોલેજમાં સુનૈના અને કુણાલ એકબીજાનનું મજાક બનાવતા હતા. જો કે, બાદમાં બંને સારા મિત્રો બની ગયા અને ધીરે ધીરે તેમના વચ્ચે પ્રેમ પાંગર્યો.

સુનૈના ફોજદારે અભિનયની શરૂઆત સ્ટાર પ્લસ શો “સંતાન”થી કરી હતી. આ ઉપરાંત તે “રાજા કી આયેગી બારાત” “કૂબુલ હે” “રહેના હે તેરી પલકો કે છાવ મેં” “સીઆઇડી” “સાવધાન ઇંડિયા” “આહટ” “એક રિશ્તા સાજેદારી કા” “લગી તુજસે લગન” અને “ફિયર ફાઇલ્સ” જેવા શોમાં કામ કરી ચૂકી છે.

34 વર્ષની સુનૈના ઘણીવાર તેના ચાહકો સાથે ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે. ટીવી શોમાં ટ્રેડિશનલ પાત્ર નિભાવતી સુનૈનાનો આ અલગ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવે છે.

આમ તો ઘણા ઓછા લોકો જાણે છે કે, સુનૈનાએ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો સાઇન કર્યા બાદ ઘરવાળાને આ વાત જણાવી ન હતી. જો કે, બધાને સોશિયલ મીડિયા પરથી આ વાતની જાણકારી મળી હતી.

સુનૈના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.

તમને જણાવી દઇએ કે, નેહા મહેતા પહેલા દિશા વાકાણી આ શોમાં ઘણા સમયથી જોવા મળી નથી. અભિનેત્રીએ પ્રેગ્નેંસીને કારણે ત્રણ વર્ષ પહેલા મેટરનીટી લીવ લીધી હતી, જો કે તે બાદ તે આ શોમાં પાછી ફરી નથી. તેની વાપસીની ઘણીવાર અટકળો પણ લગાવવામાં આવી છે પરંતુ હજી સુધી તેે આ શોમાં પાછી ફરી નથી.

Shah Jina