એક્સપ્રેસ હાઈવે પર થયેલા BMW અને કન્ટેનર વચ્ચેના ગમખ્વાર અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે, 219ની સ્પીડ, બોલ્યા- “ચારેય મરી જઈશું અને…”

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, ઘણીવાર કેટલાક લોકો થ્રિલ કરવાના ચક્કરમાં બાઈક અને કાર તેજ ગતિએ ભગાવતા હોય છે અને ત્યારે જ તેમને અકસ્માત નડતો હોય છે જેમાં તે ગંભીર રીતે ઘાયલ થાય છે તો ઘણીવાર તેઓ મોતને ભેટતા હોય છે. આવો જ એક અકસ્માત શુક્રવારના રોજ થયો હતો, જેમાં 4 લોકો મોતને ભેટ્યા હતા. અકસ્માત પહેલા તેમને ફેસબુક લાઈવ પણ કર્યું હતું જેમાં કારની સ્પીડ 213 કિમિ સુધી પહોંચતી જોવા મળી રહી છે.

આ ગમખ્વાર અકસ્માત સુલતાનપુર-પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર થયો હતો. BMW અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 4 BMW સવારનું દર્દનાક મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની જાણ પોલીસને થતા જ પોલિસ આવી પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઇ હતી. જાણવા મળી રહ્યું છે કે મૃતકો ઉત્તરાખંડના રહેવાસી હતા.

અકસ્માત પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગાડીમાં સવાર ચાર લોકો ફેસબુક લાઈવ કરી રહ્યા હતા અને તેમાંથી એકને એવું કહેતા સાંભળી શકાય છે કે ચારેય મોતને ભેટશે. કેમેરાનું ધ્યાન સ્પીડોમીટર પર હતું. અકસ્માત પહેલા કાર 230 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી હતી.

અકસ્માત બાદ તરત જ પોલીસ અને ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ રવીશ કુમાર અને સુપરિન્ટેન્ડેન્ટ પી સોમેન બર્માએ ઘટનાસ્થળે પહોંચીને એસડીએમને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકો અને લક્ઝરી કારનું એન્જિન દૂર પડી ગયા. 20-30 મીટર દૂરથી એક વ્યક્તિનું માથું અને હાથ મળી આવ્યા હતા. લક્ઝરી કાર સાવ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ અકસ્માત હલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.

Niraj Patel