અરવિંદ કેજરીવાલને કહ્યું, “ડિયર બ્રધર , વેલકમ ટુ તિહાડ, તમારા 10 કૌભાંડમાંથી 4નો હું સાક્ષી છું, સરકારી સાક્ષી બનીશ”, જાણો વિગત

કેજરીવાલના જેલમાં જતા જ મહાઠગ સુકેશે લખ્યો પત્ર,  કહ્યું, “તમારા 10 કૌભાંડમાંથી 4નો હું સાક્ષી છું, સરકારી સાક્ષી બનીશ..” જુઓ બીજું શું કહ્યું ?

Sukesh Letter Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલને ED દ્વારા દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી અને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને છ દિવસના ED રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. હવે જેલમાં બંધ મહાગઠ સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલ અને તેમની ટીમનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. ઠગનું કહેવું છે કે તે સરકારી સાક્ષી બનશે અને દિલ્હીના સીએમ અને તેની ટીમ વિરુદ્ધ તમામ પુરાવા આપશે.

સુકેશ ચંદ્રશેખરે સીએમ કેજરીવાલની ધરપકડ પર 22 માર્ચે જેલમાંથી 5 પાનાનો પત્ર લખ્યો છે. સુકેશે કહ્યું કે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તમારી પાર્ટીને હારનો સામનો કરવો પડશે. ઠગ સુકેશે પત્ર લખીને કહ્યું કે અરવિંદ કેજરીવાલ, હંમેશની જેમ, સત્યની જીત થાય છે, આ નવા ભારતની શક્તિનું ઉદાહરણ છે, જ્યાં કોઈ કાયદાથી ઉપર નથી. સુકેશે કહ્યું કે કેજરીવાલના કટ્ટર ઈમાનદાર AAPના તમામ નિવેદનો અને ડ્રામા ખતમ થઈ ગયા છે.

તેણે વધુમાં કહ્યું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મારા જન્મદિવસના ત્રણ દિવસ પહેલા તમારી ધરપકડ કરવામાં આવી હતી. તમારી ધરપકડ મારા જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ છે. કેજરીવાલજી, તમને ખબર ન હતી કે સત્ય લાંબા સમય સુધી છુપાવી શકાતું નથી. તમે મુખ્યમંત્રી રહીને ઓછામાં ઓછા 10 જુદા જુદા કૌભાંડો કર્યા છે. તેમાંથી દિલ્હીના ગરીબોને લૂંટવામાં આવ્યા છે. સુકેશે કહ્યું કે મેં અંગત રીતે તમારા ચાર કૌભાંડ જોયા છે અને મારી પાસે પુરાવા પણ છે.

સુકેશે આગળ એમ પણ કહયું કે, “હું તમને સંપૂર્ણ રીતે ખુલ્લા પાડીશ અને તમને 4 કેસ/કૌભાંડમાં તમારી વિરુદ્ધ સરકારી સાક્ષી પણ બનીશ જેનાથી તમે ડરતા હતા. દિલ્હી એક્સાઇઝનો મુદ્દો માત્ર શરૂઆત છે. તમે એક વાતમાં સાચા છો, આ રામરાજ છે અને તમને અને તમારા ભ્રષ્ટાચાર અને કાર્યોની સજા ખુદ ભગવાન શ્રી રામે આપી છે. ભગવાન બધું જ જોઈ રહ્યા છે, ખાસ કરીને તમારો અહંકાર અને તમારું જૂઠ અને લોકોની લાગણીઓ સાથે રમી રહ્યા છે, તેથી જ તમે ગ્રાઉન્ડ ઝીરો પર આવી ગયા છો.”

તેને આગળ એમ પણ કહ્યું કે, “હું જાણું છું કે કેજરીવાલ જી, જેલમાં જવાથી તમને કોઈ ફરક નથી પડતો, કારણ કે જેલ સંપૂર્ણપણે તમારા નિયંત્રણમાં છે અને જેલના અધિકારીઓ તમારી કઠપૂતળી છે, પરંતુ હું તેનો પણ પર્દાફાશ કરીશ. હું જાણું છું કે તું મારી સામે તારો આખરી બદલો લેશે. કેજરીવાલ જી, તમે અને તમારા બધા સાથીઓ મને મહાન ઠગ, કોનમેન વગેરે કહે છે. મારા ભાઈ, હવે તમારી વાસ્તવિકતા સીધી કરીશ કે તમે શું છો?”

Niraj Patel