શાહરૂખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન ટૂંક સમયમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. પરંતુ ડેબ્યુ પહેલા જ સુહાના ખાન પોતાની લક્ઝરી લાઈફના કારણે લાઈમલાઈટમાં રહે છે. ઘણીવાર સુહાના એવા લુક અને એટલા મોંઘા કપડામાં જોવા મળે છે કે તેની સ્ટાઈલ અને કપડાં બંને હેડલાઈન્સમાં આવી જાય છે. શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન થોડા સમય પહેલા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
આ દરમિયાન તે પ્રિન્ટેડ ડીપનેક બ્લુ મિડી ડ્રેસ જોવા મળી હતી. જો કે, સુહાનાના આઉટફિટ કરતા તેના હેન્ડબેગે વધુ ધ્યાન આકર્ષિત કર્યું હતુ. રીપોર્ટ્સ અનુસાર, સુહાના ખાનના આ બ્લેક બેગની કિંમત લગભગ 11,000 યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણ અનુસાર 9,03,000 રૂપિયા છે. આ કિંમતમાં સામાન્ય માણસ માટે કોઈપણ મિનિમમ બજેટ કાર સરળતાથી આવી શકે છે. મીડિયા ચેનલ લવ ઝૂમ અનુસાર, સુહાનાની આ બેગ ચેનલ બ્રાન્ડની છે.
જો કે આ બેગની કિંમત હજુ સુધી બ્રાન્ડની વેબસાઈટ પર જણાવવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ બેગ લગભગ 9,00,000 રૂપિયાની છે. આ પહેલીવાર નથી જ્યારે સુહાના લક્ઝરી બેગ સાથે જોવા મળી હોય. તે ઘણીવાર તેની માતા ગૌરીની બેગનું પુનરાવર્તન પણ કરે છે. 6 એપ્રિલે સુહાના IPLમાં KKRને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચી હતી. આ દરમિયાન તેણે ગોયાર્ડ સેન્ટ લુઈસ બેગ સાથે રાખ્યુ હતુ, જે તેની માતા ગૌરીનું હતુ.
આ પહેલા ગૌરી પણ તે બેગ સાથે જોવા મળી હતી. સુહાનાની તે બેગની કિંમત 3,00,000 રૂપિયા હતી. માર્ચમાં સુહાના એરપોર્ટ પર જોવા મળી હતી અને આ દરમિયાન તેણે બ્લેક અને સિલ્વર કલરની બેગ કેરી કરી હતી, જે ચેનલ બ્રાન્ડની હતી. સુહાનાની આ બેગની કિંમત લગભગ 11,00,000 રૂપિયા જણાવવામાં આવી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, સુહાના ખાન ટૂંક સમયમાં ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાના સિવાય અમિતાભ બચ્ચનના નાતિન એટલે કે શ્વેતા બચ્ચનનો પુત્ર અગસ્ત્ય નંદા અને બોની કપૂરની દીકરી એટલે કે જાહ્નવીની બહેન ખુશી કપૂર પણ સુહાના સાથે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.