કિંગ ખાનનો લાડલો આર્યન ખાન પણ આવ્યો, હાઈ ફાઈ પાર્ટીમાં કેમેરા જોતા જ આવું આવું કરવા લાગ્યો
આ સમયે બોલિવૂડના ગલિયારામાં માત્ર ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નની જ ચર્ચા છે. બંને 19 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન બાદ રિતેશ સિધવાની દ્વારા ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર માટે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. પરંતુ આ બધામાંથી સૌથી વધુ ધ્યાન શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન અને લાડલી સુહાના ખાને ખેંચ્યુ હતું. બંને સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તેમની સ્ટાઈલ જોવા જેવી છે.
View this post on Instagram
ડગ કેસમાં ધરપકડ બાદ આર્યન ખાન પહેલીવાર બોલિવૂડની પાર્ટીમાં ગયો હતો. જોકે આ પહેલા તે IPL મેગા ઓક્શનમાં તેની બહેન સાથે જોવા મળ્યો હતો. આર્યન ખાને તેની સ્ટાઈલ અને તેના લુક્સથી લોકોનું ધ્યાન ખેંચવામાં કોઈ કસર છોડી નથી. શાહરૂખનો પુત્ર બ્લેક ટ્રાઉઝર, વ્હાઇટ ટી-શર્ટ અને ડેનિમ જેકેટમાં જોવા મળ્યો હતો. આર્યન ખાન તેની નાની બહેન સુહાના ખાન સાથે ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરની પાર્ટીમાં પહોચ્યો હતો. બંને એક જ કારમાં પહોંચ્યા હતા.
View this post on Instagram
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરની આ પાર્ટીમાં સુહાના ખાનની ગ્લેમરસ સ્ટાઈલે આકર્ષણ વધારી દીધું હતું. પાર્ટીમાં તેની સ્ટાઈલ ખરેખર વખાણવા લાયક હતી. ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરની પાર્ટીમાં સુહાના ખાન બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. ઓફ શોલ્ડર ડ્રેસ અને પોની ટેલ હેરસ્ટાઈલમાં શાહરૂખ ખાનની દીકરીનો લુક જોવાલાયક હતો. જો કે, ભાઈ-બહેનની જોડીએ પેપરાજી માટે પોઝ આપ્યો ન હતો.
View this post on Instagram
તે બંને કારમાંથી ઉતરીને પાર્ટીમાં જતા સ્પોટ થયા હતા. સુહાના અને આર્યનની સાથે તેની માતા ગૌરી ખાને પણ પાર્ટીમાં હાજરી આપી હતી. તે બ્લેક કલરના આઉટફિટમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરની પાર્ટી પહેલા પણ સુહાના ખાન તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં રહી છે.
View this post on Instagram
ફરહાન-શિબાનીની પાર્ટીમાં બાળપણની મિત્ર અભિનેત્રી અનન્યા પાંડે, શનાયા કપૂર અને શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સાથે જોવા મળી હતી. આ દરમિયાન ત્રણેયે તસવીરો પણ ક્લિક કરાવી હતી. ત્યારે મલાઈકા અરોરાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ત્રણેયની એક તસવીર શેર કરી અને ક્યૂટ કેપ્શન પણ આપ્યું. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરવામાં આવેલી આ તસવીરમાં શનાયા, અનન્યા અને સુહાના પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
આ તસવીરો શેર કરતી વખતે મલાઈકાએ કેપ્શનમાં લખ્યું કે, બેબી ડોલ્સ મોટી થઈ ગઈ છે. ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નની આ ઉજવણીમાં અનન્યા પાંડે, શનાયા કપૂર અને સુહાના ખાન તેમના પરિવાર સાથે જોડાયા હતા. આ દરમિયાન જ્યાં અનન્યા પાંડે તેના પિતા ચંકી પાંડે અને માતા ભાવના સાથે પહોંચી ત્યાં શનાયા કપૂર તેના માતા-પિતા સંજય કપૂર, મહિપ કપૂર અને ભાઈ જહાં સાથે જોવા મળી હતી.
View this post on Instagram
જ્યારે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન તેના ભાઈ આર્યન ખાન અને માતા ગૌરી ખાન સાથે પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન મલાઈકા અરોરા ખાન પણ પાર્ટીમાં બ્લેક કલરના હાફ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ સિવાય તેની ગર્લ ગેંગ એટલે કે અમૃતા અરોરા, કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ તેની સાથે જોવા મળી હતી. ફરહાન અને શિબાનીના લગ્નની ઉજવણી માટે આયોજિત આ પાર્ટી નિર્માતા રિતેશ સિધવાનીએ હોસ્ટ કરી હતી.
View this post on Instagram
દીપિકા પાદુકોણ, આમિર ખાન, જેનેલિયા અને રિતેશ દેશમુખ, ફરાહ ખાન, હર્ષવર્ધન કપૂર, અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા, ઈશાન ખટ્ટર સહિત ઘણા સેલેબ્સ લગ્નની ઉજવણીમાં સામેલ થયા હતા. ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે હાલમાં જ પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન અને મહેંદી સેરેમનીની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ હતી. આ દરમિયાન નિર્માતા રિતેશ સિધવાણીએ નવ-પરિણીત યુગલ માટે પાર્ટી રાખી હતી, જેમાં ફિલ્મ સ્ટાર્સનો મેળો હતો.
View this post on Instagram
આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, મલાઈકા અરોરા, કરીના કપૂર, કરિશ્મા કપૂર, રિયા ચક્રવર્તી તેમજ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સહિત તમામ સેલેબ્સ સામેલ થયા હતા. ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા અને આખરે હવે બંનેએ હંમેશા માટે એકબીજાનો હાથ થામી લીધો છે. આ કપલે એક ઘનિષ્ઠ લગ્ન સમારોહ રાખ્યો હતો, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર હતા. લગ્ન તેમના ખંડાલા ફાર્મહાઉસમાં થયા હતા.
View this post on Instagram
ફરહાન અને શિબાનીએ સોશિયલ મીડિયા પર વેડિંગ સેરેમનીથી લઈને હલ્દી અને મહેંદી સેરેમની સુધીની તસવીરો પણ શેર કરી છે. આ વિધિ મુંબઈમાં જ થઈ હતી. ફરહાન અખ્તરે પહેલા હેરસ્ટાઈલિસ્ટ અધુના ભાબાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેઓ 16 વર્ષ પછી અલગ થઈ ગયા હતા. આ કપલને શાક્યા અને અકીરા નામની બે પુત્રીઓ પણ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો ફરહાન ફરી એકવાર ડિરેક્ટર તરીકે જોવા મળશે. તેની આગામી ફિલ્મ ‘જી લે ઝરા’ છે, જેમાં પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.