સુરતની અંદર લેડીઝ સલૂન ચલાવી રહેલા આ વ્યક્તિને છે વિદેશી ગરોળીઓ પાળવાનો શોખ, ગ્રાહક મહિલાઓને પણ આપે છે રમાડવા

સુરતના આ બ્યુટી પાર્લર વાળા પાસે એક-બે નહિ પરંતુ આટલી બધી છે વિદેશી ગરોળીઓ, પાર્લરમાં આવનારી મહિલાઓને પણ આપે છે રમાડવા

ઘણા લોકોને એવા એવા શોખ હોય છે જેની કોઈએ કે કલ્પના પણ ના કરી હોય, ઘણા લોકો પાલતુ પ્રાણીઓ પાળતા હોય છે, ઘણા લોકોને આપણે વિદેશી પ્રજાતીના મોંઘાદાટ કુતરાઓ પાળતા જોયા હશે, પરંતુ આજે અમે તમને સુરતના એક એવા વ્યક્તિ વિશે વાત કરવાના છીએ, જેને વિદેશી ગરોળીઓ પાળવાનો શોખ છે.

ગરોળી પાળવાનો આ શોખ છે સુરતના અડાજણ વિસ્તારતમાં એક લેડીઝ બ્યુટી પાર્લર ચલાવી રહેલા ગણેશ સેનને. આ ગરોળી ખાસ ઈગવાના પ્રજાતિની હોય છે જે ગુજરાતમાં ખુબ જ દુર્લભ છે, આ ગરોળીઓ અમેરિકાના ફ્લોરિડામાં જોવા મળે છે. જેના કારણે ગણેશ આ ગરોળીઓને સાઉથ અમેરિકાની મંગાવે છે.

મોટાભાગે આપણે જોયું છે કે મહિલાઓ ગરોળીઓથી ખુબ જ ડરતી હોય છે ત્યારે ગણેશ તેના સલૂનમાં આવનારી મહિલાઓને રમાડવા માટે આપણ આપે છે. ગણેશ પાસે એક બે નહિ પરંતુ નવ જેટલી ઈગવાના પ્રજાતિની ગરોળીઓ છે. જેના કારણે તેનું સલૂન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગણેશે 2 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની ઈગવાના પ્રજાતિની ગરોળીઓને પાળી છે.

ગણેશ પાસે અલગ અલગ રંગની કુલ નવ ગરોળીઓ છે. જેને તે છેલ્લા સાત વર્ષથી પાળી રહ્યો છે. આ ગરોળીઓમાં 3 ગરોળીઓ મોટી અને બાકીની 6 નાની ગરોળીઓ છે. ઈગવાના પ્રજાતિમાં બે પ્રકારની ગરોળીઓ આવે છે, જેમાં શાકાહારી અને માંસાહારી હોય છે. ગણેશ પાસે શાકાહારી ગરોળીઓ છે.

Niraj Patel