પિતા દ્વારા કહેવામાં આવેલી આ એક વાતની દીકરી ઉપર થઇ એવી અસર કે બની ગઈ આજે IPS ઓફિસર, પ્રેરણાત્મક છે સફળતાની કહાની

આજે ઘણા લોકો UPSCની પરીક્ષા માટે તૈયારીઓ કરતા હોય છે અને તેમાં સફળતા મેળવવા માટે દિવસ રાત પણ એક કરી દેતા હોય છે. જેમાંથી ઘણા લોકો આ પરીક્ષા પાસ કરી અને આઈએએસ કે આઇપીએસ પણ બનતા હોય છે અને જયારે તેમની સફળતાની કહાની સામે આવે છે ત્યારે તેમનો સંઘર્ષ અને તેમની મહેનત ઘણા લોકો માટે પ્રેરણા બની જતી હોય છે. હાલ એવી જ એક આઇપીએસ ઓફિસરની કહાની લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે.

સિવિલ સર્વિસ જેવી પરીક્ષામાં પ્રવેશ મેળવવો એ સરળ બાબત નથી. આ માટે, બધું છોડીને દિવસમાં ઓછામાં ઓછા 12 કલાક અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે. ત્રિપુરા કેડરના IPS ઓફિસર લકી ચૌહાણનું નામ એ વિદ્યાર્થીઓમાં સામેલ છે જેઓએ નોકરી સાથે UPSC પરીક્ષાની તૈયારી કરી અને રેન્ક હોલ્ડર પણ બન્યા. લકી ચૌહાણની કહાની લાખો ઉમેદવારો માટે પ્રેરણાદાયી છે.

ઉત્તર પ્રદેશના બુલંદશહરના રહેવાસી લકી ચૌહાણ હાલમાં ગોમતી જિલ્લાના ઉદયપુરમાં એસપી તરીકે ફરજ બજાવે છે. લકી ચૌહાણનો જન્મ ઉત્તર પ્રદેશના બુલંદશહેરના ખુર્જા ગામમાં થયો હતો. તેમના પિતા રોહતાશ સિંહ ચૌહાણ પ્રોપર્ટી ડીલર છે, જ્યારે માતા સુમન લતા ચૌહાણ શિક્ષિકા છે.

લકીના પિતા જણાવે છે કે તે બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતી. લકી ચૌહાણે 12મું સાયન્સ સાથે કર્યું હતું. આ પછી તેણે ફરીથી અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસમાં સ્નાતક થયા. સ્નાતક થયા પછી, લકી ચૌહાણને સરકારી નોકરી મળી અને કેન્દ્રીય મંત્રાલયમાં સહાયક કલ્યાણ પ્રશાસક તરીકે જોડાયા. તેનું સપનું આઈપીએસ બનવાનું હતું અને તેણે નોકરી સાથે યુપીએસસીની તૈયારી કરવાનું નક્કી કર્યું.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર, જ્યારે લકી ચૌહાણ નર્સરી ક્લાસમાં હતા ત્યારે તેમણે એક સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે દરમિયાન ડીએમ અને એસપીએ તેમને એવોર્ડ આપ્યો હતો. ડીએમ તરફથી એવોર્ડ મેળવનાર લકીના પિતાએ તેને કહ્યું હતું કે તારે પણ એસપી કે ડીએમ બનવાનું છે. આ વાત લકીના મગજમાં બેસી ગઈ અને જ્યારે પણ કોઈ તેને પૂછતું કે તે મોટી થઈને શું બનીશ ત્યારે તે તેના પિતાની વાતનું પુનરાવર્તન કરતી હતી.

પિતાની વાત અને તેમના સપનાને સાકાર કરવા માટે લકીએ નોકરીની સાથે UPSCની તૈયારી પણ શરૂ કરી દીધી. UPSC પરીક્ષા 2012માં લકીએ ઓલ ઈન્ડિયામાં 246 રેન્ક મેળવીને તેનું અને તેના પિતાનું IPS બનવાનું સપનું પૂરું કર્યું.

Niraj Patel