જાણો કેવી રીતે એક ગરીબ ઘરના છોકરાએ ઉભી કરી નાખી અરબોનું ટર્નઓવર કરતી HCL કંપની, કહાની છે ખુબ જ પ્રેરણા દાયક

સફળતાની ઘણી કહાનીઓ આપણી આસપાસ પડેલી છે. પરંતુ દેશના ઉદ્યોગપતિઓની કહાનીઓ આપણે જોઈએ ત્યારે આપણને પણ તેમાંથી ઘણી જ પ્રેરણા મળતી હોય છે. એ પછી ધીરુભાઈ અંબાણીની હોય કે પછી રતન ટાટાની. આજે અમે તમને એવા જ એક ખ્યાતનામ ઉદ્યોગપતિની કહાની જણાવીશું જેમાંથી તમને પણ ઘણી જ પ્રેરણા મળશે.

આજે આપણે વાત કરીશું HCLના ફાઉન્ડર શિવ નાડરની. જે કહે છે કે, “જો તમે તમારી મહત્વકાંક્ષાને લઈને શાંતિથી કામ કરી રહ્યા છો તો તમે તમારા મકસદને લઈને આત્મવિશ્વાસથી ભરાઈ જશો.” 14 જુલાઈ 1945ના રોજ તામિલનાડુના એક ગામની અંદર જન્મેલા શિવ નાડરનું જીવન ખુબ જ સંઘર્ષમય છે.

તેમનો જન્મ કોઈ અમીર પરિવારમાં નહોતો થયો, તેમને તેમની કિસ્મત તેમની જાતે જ લખી છે અને આજે દુનિયામાં પોતાનું એક મોટું નામ બનાવ્યું છે. તેમનો શરૂઆતનો અભ્યાસ તામિલનાડુની જ ઘણી સ્કૂલોમાં થયો. પ્રિ યુનિવર્સીટી ડિગ્રી કરવા માટે તે અમેરિકન કોલજ મધુરાઇ ગયા. જેના બાદ કોયમ્બતૂરથી ઇલેક્ટ્રિકલ ઈજનેરની ડિગ્રી પીએસજી કોલેજ ઓફ ટેક્નોલોજીથી લીધી.

મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 1967માં તેમને વળચંદ ગ્રુપ કોલેજ ઓફ એન્જીન્યરીંગ, પુણેથી પોતાના કેરિયરની શરૂઆત કરી. ત્યારબાદ તેમને અહેસાસ થયો કે તે 10-12 કલાકની નોકરી કરવા માટે નથી બન્યા. તે કંઈક કરવા માંગતા હતા. 1975માં તેમને MicroComp Limited નામનું એક વેન્ચર શરૂ કર્યું. જેમાં તેમના કેટલાક મિત્રોએ તેમનો સાથ આપ્યો. સૌથી પહેલા તેમની આ કંપની ભારતીય બજારની અંદર ટેલિડીઝીટલ કેલ્ક્યુલેટર વેચતી હતી.

ત્યારબાદ 1976માં તેમને એવો અહેસાસ થયો કે ભારતમાં કમ્પ્યુટર નથી. તો આ દરમિયાન આઇબીએમ પણ કોઈ રાજનીતિક મામલાના કારણે દેશ છોડીને જઈ રહ્યું હતું. સૌથી પહેલા તેમને 1.87 લાખ રૂપિયામાં HCLની સ્થાપના કરી.વર્ષ 1978માં તેમને એચસીએલનું પોતાનું પહેલું કમ્પ્યુટર બનાવ્યું. આ કમ્પ્યુટર તેમને આઇબીએમ અને એપલ કરતા પણ પહેલા બનાવ્યું. HCL 8C હતું. જેના પહેલા ભારતની અંદર આઇબીએમ 1401 વાપરવામાં આવતું હતું.

વર્ષ 1979માં તેમને પોતાનો વ્યવસાય વિદેશોમાં ફેલાવવાનું શરૂ કર્યું અને સિંગાપુરમાં પણ તે પોતાની આઇટી સર્વિસ પહોંચાડવા લાગ્યા. ત્યાં તેમને ફાસ્ટ ઇસ્ટ કમ્પ્યુટર્સના નામથી એક સેટઅપ સેટ કર્યો. પહેલીવાર એચસીએલ કંપનીએ તે સમયે 3 કરોડનો બિઝનેસ કર્યો. આ નવા વેન્ચર દ્વારા દર વર્ષે 10 લાખ રૂપિયાના સેલનો વધારો પણ મળ્યો.

શિવ નાડર ખુબ જ શાંત સ્વભાવના વ્યક્તિ છે. તે હંમેશા તેમના કર્મચારીઓને કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને શિક્ષાને પોતાના જીવન કરતા પણ વધારે મહત્વ આપ્યું છે. 1996માં તેમને તેમના દિવંગત પિતાના શિવસુબ્રમનૈયા નાડર નામ ઉપર ચેન્નાઈમાં એસએસએન કોલેજ ઓફ ઇન્જીન્યરીંગની નામની કોલેજની સ્થાપના કરી.

2008માં શિવ નાડરને આઇટી ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પદ્મ ભૂષણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. 2011માં ફોર્બ્સ દ્વારા તેમને પરોપકાર કરવા વાળા 48માં વ્યક્તિના રૂપમાં શામેલ પણ કરવામાં આવ્યા. તે સામાજિક કલ્યાણ માટે અત્યાર સુધી 1 અરબ ડોલરથી પણ વધારેનું ડોનેશન કરી ચુક્યા છે. 2017માં ઇન્ડિયા ટુડે પત્રિકાએ તેમને ભારતના 16માં પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપ્યું.

Niraj Patel