માટીના ઘરમાં રહ્યા, માતાએ મજૂરી કરી ભણાવ્યા, આજે IAS બની દેશ સેવા કરી રહ્યા છે અરવિંદ- રસપ્રદ સ્ટોરી
કહેવાય છે કે જો માણસમાં કંઇક કરવાનો જુસ્સો હોય તો તેને સફળ થતા કોઇ રોકી શકતુ નથી. આજ સુધી તમે UPSCમાં સફળતા પ્રાપ્ત કરનાર લોકોની પ્રેરણાદાયક કહાનીઓ સાંભળી હશે. સફળતાની ઘણી કહાનીઓ આપણી આસપાસ આપણે જોતા હોઈએ છીએ. ઘણા લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે.
આજે ભલે તેમની સફળતા આપણે જોતા હોઈએ, પરંતુ એ જગ્યા ઉપર પહોંચવા માટે તેમને ખુબ જ મહેનત કરી હોય છે. અને તેમની આ કહાની સાંભળીને આપણને પણ ઘણી પ્રેરણા મળતી હોય છે. આવી જ એક કહાની રાજસ્થાનના દૌસાના રહેવાસી અરવિંદ મીણાની છે. જેમણે માટીના ઘરમાં રહી પોતાનો સ્કૂલ અને કોલેજનો અભ્યાસ કર્યો.
આ દરમિયાન તેના ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ હતી. પરંતુ માતાના સપોર્ટથી તેમણે સફળતા હાંસિલ કરી અને IAS બન્યા. હાલમાં એસ્પિરેંટ નામની એક વેબ સીરીઝ આવી હતી, જેમાં UPSC ની તૈયારી કરતા ત્રણ મિત્રોની કહાની બતાવવામાં અવી હતી. આ મોકા પર અમે તમને આવા જ લોકોની સ્ટોરી જણાવવા જઇ રહ્યા છીએ. જેમણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી UPSC પાસ કરી.
ઇંડિયા ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, અરવિંદ કુમાર મીણાનો પરિવાર પહેલાથી જ ગરીબીની માર સહન કરી રહ્યો હતો. પરંતુ તેમના પિતાના નિધન બાદ મુશ્કેલીઓ વધી ગઇ. તે સમયે અરવિંદ મીણા લગભગ 12 વર્ષના હતા. પિતાની મોત બાદ અરવિંદ મીણાની માતાએ જવાબદારી સંભાળી અને મજૂરી કરી પરિવાર ચલાવ્યો. આ સાથે જ તેમના દીકરાને ભણાવવામાં કોઇ કસર ન છોડી.
પરિવારની આર્થિક સ્થિતિ જોઇ અરવિંદ મીણાએ અભ્યાસ છોડી માતાની મદદ કરવાનું મન બનાવી લીધુ હતુ. પરંતુ તેમની માતાએ હોંસલો વધાર્યો અને ફરીથી અરવિંદ મીણા અભ્યાસમાં જોડાઇ ગયા. અરવિંદ મીણાએ દૌસાના સિકરાયા ઉપખંડના નાહરખોહરા ગામમાં માટીના ઘરમાં રહી સ્કૂલ અને કોલેજનો અભ્યાસ કર્યો.
કોલેજના અભ્યાસ બાદ અરવિંદ કુમાર મીણાના પસંદગી SSB સશસ્ત્ર સીમા બલમાં સહાયક કમાંડેંટ પોસ્ટ પર થઇ ગઇ. તે બાદ તેમણે નોકરી શરૂ કરી પરંતુ UPSC તૈયારી જારી રાખી. SSBમાં સહાયક કમાડેંટ બાદ અરવિંદ મીણાએ UPSC પરિક્ષા આપી અને 4 ઓગસ્ટ 2020ના રોજ જયારે રિઝલ્ટ આવ્યુ તો તેમનું IAS બનવાનું સપનું પૂરુ થઇ ગયુ. અરવિંદે દેશભરમાં 676 અને એસટી વર્ગમાં 12મો રેન્ક હાંસિલ કર્યો.