દેરાણી-જેઠાણીએ એક સાથે પાસ કરી UPPSCની પરિક્ષા, એક બની પ્રિંસિપલ તો બીજી બની DSP

દેરાણી-જેઠાણીની સક્સેસ સ્ટોરી : બંનેએ એકસાથે પાસ કરી UPPSC પરિક્ષા, એક બની પ્રિન્સિપાલ તો બીજી બની DSP

UPPSCની પરીક્ષા દેશની સૌથી કઠિન પરીક્ષાઓમાં ગણવામાં આવે છે. ત્યારે યુપીના બાલિયા જિલ્લાના રહેવાસી દેરાણી અને જેઠાણીએ ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગ 2018ની પરીક્ષા પાસ કરી છે. જેઠાણી શાલિની શ્રીવાસ્તવની આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે દેરાણી નમિતા શરણની પસંદગી પોલીસ નાયબ અધિક્ષક તરીકે કરવામાં આવી છે. હાલમાં શાલિની વારાણસીના રામનગર રાધાકિશોરી સરકારી કન્યા ઇન્ટર કોલેજમાં સહાયક શિક્ષક તરીકે મુકાય છે.

આ પહેલા તે બલિયાના સહતવર વિસ્તારની પ્રાથમિક શાળા રાજૌલીમાં શિક્ષિકા તરીકે પોસ્ટ હતી. નમિતા શરણ તેમના પતી સાથે ગોરખપુરમાં રહે છે. નમિતાએ યુપીપીસીએસની પરીક્ષામાં 18 મો રેન્ક મેળવ્યો છે. તેમણે આ સફળતા ત્રીજી વખત મેળવી છે. આ પહેલા, નમિતાની બિહારમાં વર્ષ 2016માં ડિસ્ટ્રિક્ટ પ્રોબેશન ઓફિસર તરીકે પસંદગી કરવામાં આવી હતી.

તેમણે હાજીપુરમાં છ મહિના તાલીમ પણ લીધી અને સિવાનમાં નિમણૂક મેળવી. જો કે આ બંનેએ સફળતાનો શ્રેય માતાપિતા તેમજ સાસરા અને પતિને આપ્યો હતો. શાલિનીએ કહ્યું કે તેણે બીજી વખત યુપીપીસીએસની પરીક્ષા પાસ કરી છે. તે એક દાયકાથી શિક્ષણ સાથે સંકળાયેલી છે. સરકાર મહિલાઓ માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે, જેનો લાભ હવે તેમને મળી રહ્યો છે.નવી શિક્ષણ નીતિ આગામી દિવસોમાં પરિવર્તન લાવશે.

શિક્ષકોને સમય-સમય પર દેખરેખ રાખવી પડશે અને તાલીમ આપવી પડશે. શિક્ષકોએ તેમની જવાબદારી સમજવી પડશે. બંને દેરાણી-જેઠાણીની સફળતા ઘણા સમયથી ચર્ચામાં રહી છે. આ દરમિયાન તેમનો પરિવાર જ નહિ પરંતુ ગામમાં પણ ખુશીની લહેર છે. UPSC પરિક્ષામાં 18મો રેંક હાસિંલ કરી પોલિસ ઉપાધીક્ષક બનેલી નમિતા શરણ પતિ સાથે ગોરખપુર રહી રહી છે. નમિતાએ આ સફળતા ત્રીજીવારમાં હાંસિલ કરી હતી.

વર્ષ 2016માં નમિતાની બિહારમાં જિલ્લા પ્રોબેશન અધિકારીના પદ પર પસંદગી થઇ હતી. છ મહિના હાજીપુરમાં ટ્રેનિંગ બાદ સીવાનમાં નિયુક્તિ મળી હતી. આ વચ્ચે યુપીમાં વર્ષ 2017માં જિલ્લા ખાદ્ય વિપણન અધિકારીના પદ પર પસંદગી થઇ હતી.તેમણે જિલ્લા પ્રોબેશન અધિકારીનાા પદ પરથી રાજીનામુ આપી દીધુ, પરંતુ સપ્ટેમ્બર 2020 સુધી પરિક્ષાની નિયુક્તિ પત્ર આવ્યો ન હતો. આ વચ્ચે UPSC 2018માં પોલિસ ઉપાધીક્ષકના પદ પર પસંદગી થઇ ગઇ.

તે પોલિસ ઉપાધીક્ષકનું પદ જોઇન કરવાના હતા અને મહિલાઓ અને સમાજમાં ફેલાયેલ કૃત્યોને દૂર કરવાની કોશિશ કરશે. આ ઉપરાંત પોલિસ અને સામાન્ય જનતા વચ્ચેની દૂરીને મિત્રવત સંબંધમાં બદલવાનો પ્રયાસ પણ કરશે. દેરાણી-જેઠાણી બંનેએ તેમના સફળતાનો શ્રેય સાસુ-સસરા અને પતિને આપ્યો હતો.

Shah Jina