બટેટાની લડાઈમાં નિર્દોષ ઇન્સ્પેકટરની હત્યા થઇ ગયા, વાંચો સમગ્ર વિગત
સોશિયલ મીડિયા અને સમાચારોમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે જે જાણીને આપણું પણ કાળજું કંપી ઉઠે. હાલ ઉત્તર પ્રદેશના આગ્રામાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં બે ભાઈઓના ઝઘડાને શાંત કરાવવા ગયેલા એક પોલીસ ઈન્સ્પેક્ટરને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારના રોજ ખંદૌલીના નહરા ગામમાં શિવનાથ સિંહનો પોતાના નાના ભાઈ વિશ્વનાથ સિંહ સાથે બટાકાના ખોદકામને લઈને વિવાદ થઇ ગયો. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો અને ઇન્સ્પકેટર પ્રશાંત યાદવ આ મામલાને શાંત કરવા માટે પહોંચ્યા.

ઇન્સ્પેકટર પ્રશાંત યાદવની દેખરેખમાં જ બટાકાનું ખોદકામ કરવામાં આવ્યું. પરંતુ સાંજે 7 વાગે વિશ્વનાથ સિંહે હોબાળો મચાવ્યો જેના ઉપર પોલીસે વિશ્વનાથની ધરપકડ કરી લીધી અને પોતાની સાથે લઈને પોલીસ સ્ટેશન આવવા માટે નીકળી. વિશ્વનાથ પાસે તમંચો હતો અને તેને તમંચાથી ઇન્સ્પેકટર પ્રશાંત યાદવને ગોળી મારી દીધી. ગોળી સીધી જ પ્રશાંત યાદવના ગળા ઉપર વાગી. ગોળી વાગવાના કારણે પ્રશાંતનુ ઘટના સ્થળે જ મોત થઇ ગયું. આરોપી ગોળી મારી અને ફરાર થઇ ગયો.

આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ઘણા પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્સ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ. પ્રશાંત યાદવ બુલંદ શહેરના ખુર્જા તાલુકાના રહેવાસી જણાવવામાં આવી રહ્યું છે.
આ વચ્ચે જ લખનઉમાં રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જનપદ આગ્રાની ઘટનામાં ઉપનિરીક્ષક પ્રશાંત યાદવના મોત ઉપર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને ઘટનામાં પોતાનો જીવ ગુમાવી દેનાર ઉપ નિરીક્ષકના પરિવારજનોને 50 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમને પોલીસકર્મીના પરિવારમાંથી કોઈ એક સદસ્યને સરકારી નોકરી આપવાની અને જનપદના એક રસ્તાનું નામકરણ તેમના નામ ઉપર રાખવાની પણ જાહેરાત કરી છે.

પ્રવક્તાના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીએ આ ઘટનાના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અપરાધીઓને કોઈપણ હાલતમાં છોડવામાં નહીં આવે. તેમને પરિવાર પ્રત્યે સંવેદના બતાવતા કહ્યું કે શોકના આ સમયમાં રાજ્ય સરકાર તેમની સાથે છે. તેમને એમ પણ જણાવ્યું કે સરકાર ઉપ નિરીક્ષકના પરિવારને દરેક રીતે મદદ પ્રદાન કરશે.