ખબર

બુલેટ ઉપર સ્ટન્ટ કરીને પ્રખ્યાત બનેલી “બુલેટ રાની” સામે પોલીસની લાલ આંખ, પકડાવ્યો આટલા હજારનો મેમો

રોડ પર ખુલ્લેઆમ સ્ટાઇલ મારવા જતા પોલીસે લીધી આડે હાથ, ૧૧૦૦૦ નો મેમો ફટકાર્યો અને પછી

આજકાલ સોશિયલ મીડિયામાં પોતાનું નામ વધારવા માટે અને ફોલોઅર્સ વધારવા માટે  લોકો અવનવા ખેલ કરતા હોય છે. ઘણા લોકો બાઈક ઉપર પણ એવા સ્ટન્ટ કરે છે કે જેના કારણે તેમના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે અને આ ટ્રેંડમાં હવે માત્ર યુવકો જ નહીં યુવતીઓ પણ આવી ગઈ છે. યુવતીઓ પણ બાઈક ઉપર દિલધડક સ્ટન્ટ કરી અને સોશિયલ મીડિયામાં પોતાનું નામ મોટું કરવા માંગતી હોય છે.

થોડા સમય પહેલા જ સુરતમાં આવી સ્ટન્ટ કરતી એક યુવતીનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે હાલમાં જ એક અન્ય યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે પણ કાર્યવાહી કરી છે.

આ ઘટના છે ગાજિયાબાદની જ્યાં હાલમાં બુલેટ ઉપર સ્ટન્ટ કરવાવાળી યુવતીઓના વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર સુરક્ષા વગર જ બે છોકરીઓ સ્ટન્ટ કરતી નજર આવે છે. આ વીડિયોને જિમની એક ટીશર્ટ પહેરેની કરવામાં આવ્યો છે. જેના દ્વારા એવું લાગી રહ્યું છે કે તે કોઈ જિમનો પ્રચાર કરી રહી છે.

આ વીડિયોની અંદર સ્ટન્ટ કરનારી યુવતીઓના નામ શિવાંગી અને સ્નેહા છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા આ મામલામાં કાર્યવાહી કરવામાં આવી છે. શિવાંગીના આ પહેલા પણ ઘણા વીડિયો વાયરલ થયા હતા અને તેને “બુલેટ રાની” તરીકે પણ ઓળખવામાં આવે છે.

એક વીડિયોની અંદર તે હથિયાર લઈને પણ જોવા મળી રહી હતી. તે હથિયાર અસલી નહોતા. પરંતુ ડમી હતા. આ વાત તેને જ જણાવી હતી અને કહ્યું હતું કે તેના મિત્રોના હાથમાં જે હથિયાર છે તે ડમી છે. આ ઉપરાંત શિવાંગીએ જ એક વાત જણાવી છે તેને જે સ્ટન્ટ કર્યો છે તેના બદલામાં તેને ચલણ પણ ભરવું પડશે. અને હવે આગળથી તે આવું નહિ કરે તે પણ વચન આપ્યું છે. શિવાંગીની માતા બીજેપીની નેતા છે.

બુલેટ ઉપર સલામતીના સાધનો વગર ખતરનાક સ્ટન્ટ કરી રહેલી આ યુવતીઓનો વીડિયો વાયરલ થવા ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને બુલેટ માલિક ઉપર 11 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જુઓ આ યુવતીઓ દ્વારા કેવો સ્ટન્ટ કરવામાં આવતો હતો.