મારા પપ્પા પોલિસમાં છે, મારી દેશે ગોળી- જ્યારે બાળકે રડતા રડતા ક્લાસમાં સ્કૂલ ટીચરને એવા ધમકાયા, વીડિયો થયો વાયરલ

‘મારા પપ્પા પોલિસમાં છે…’ બાળકે રડતા રડતા ટીચરને આપી ધમકી, વીડિયો થયો વાયરલ

ઇન્ટરનેટ પર બાળકોની નિર્દોષતાથી ઘણા વીડિયો જોવા મળી જાય છે. લગભગ દરરોજ બાળકોના નવા ફની વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં જ એક બાળક ક્લાસમાં ટીચરને કિસ કરતો વીડિયો વાયરલ થયો હતો. સ્કૂલમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી ઘણી વાતચીતના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. કેટલાક બાળકો તોફાન કર્યા પછી માફી માંગતા જોવા મળે છે જ્યારે કેટલાક એવા પણ છે જે તેમના શિક્ષકને જ ધમકી આપી દે છે.

બાળપણમાં બાળકો ખૂબ જ તોફાની હોય છે અને તેઓ ખૂબ જ નિર્દોષતા સાથે બધું કહી દેતા હોય છે. ક્યારેક નાના બાળકો એવી વાતો કહે છે જે સાંભળ્યા પછી આપણે પણ વિશ્વાસ નથી કરી શકતા. ઇન્ટરનેટ પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે થોડીક સેકન્ડ માટે ચોંકી જશો. તમે વિશ્વાસ નહિ કરી શકો કે નાના બાળકો આવું કેવી રીતે વિચારી શકે ? જ્યારે બે જૂથો અથવા યુવાનો વચ્ચે લડાઈ થાય છે, ત્યારે લડાઈ દરમિયાન ધમકીઓ સાંભળવા મળતી હોય છે,

પરંતુ જો તમે નાના બાળક પાસેથી આ સાંભળો છો, તો તમે થોડીવાર માટે ડરી જશો. આવું જ કંઈક આ વીડિયોમાં જોવા મળ્યું હતું, જેમાં એક નાનું બાળક સ્કૂલના ક્લાસમાં રડતું જોવા મળ્યું હતું. શિક્ષકે તેને કંઈક કહ્યું કે તરત જ તેણે કહ્યું કે મારા પિતા પોલીસમાં છે. જેના પર શિક્ષકે પણ જવાબ આપતા કહ્યું કે તમારા પિતા પોલીસમાં છે તો શું ? તેના જવાબમાં તેણે કહ્યું કે તે ગોળી મારી દેશે. ત્યારે શિક્ષકે કહ્યું કે ગોળી કોને મારશે ? વીડિયોમાં શિક્ષક એવું પણ કહેતા સંભળાઇ રહ્યા છે કે, તમે કેમ ભણતા નથી ?

આ પછી, બાળક રડતા રડતા શાંત થઈ જાય છે. કેટલીક સેકન્ડનો આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ વીડિયો ટ્વિટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘મારા પિતા પોલીસમાં છે’. ઘણા યુઝર્સ આ અંગે પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે મજાકના સ્વરમાં લખ્યું – મારા કાકા ધારાસભ્ય છે. જ્યારે કેટલાકે કહ્યું – તે રમુજી નથી. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે બાળકો ઘરમાં જે જુએ છે તે જ બોલે છે.

Shah Jina