વડોદરાના 22 વર્ષીય વિદ્યાર્થીની કોલેજની પાર્ટીમાં હત્યા ! લંડનમાં જોબ પણ મળી ગઈ હતી, જાણો સમગ્ર મામલો

વડોદરામાં ચોકીદાર પિતાએ લોન લઇ બેંગ્લોર ભણવા મોકલ્યો, કોલેજની પાર્ટીમાં ચપ્પુના ઘા ઝીંકાયા, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી (Gujarat) ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. કેટલીકવાર અંગત અદાવત તો કેટલીકવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં તો કેટલીકવાર અન્ય કારણોસર પણ હત્યાના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં વડોદરાના (Vadodara) એક આશાસ્પદ યુવકની બેંગ્લોરની યુનિવર્સિટીમાં કોલેજની પાર્ટી દરમિયાન ચપ્પુનાં ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. શુક્રવારે રાત્રે એક પાર્ટીમાં બે ગ્રુપ વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં વડોદરાના 22 વર્ષના ભાસ્કર જેટીનું મોત થયું.

આ અથડામણ બેંગ્લોરની રેવા યુનિવર્સિટીમાં થઇ હતી. ભાસ્કર જેટીના મોત સિવાય એક બીજો વિદ્યાર્થી ઈજાગ્રસ્ત પણ થયો હતો. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા ભાસ્કરની છાતી પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા. જો કે, તેને તાત્કાલિક નજીકની હોસ્પટિલમાં લઇ જવામાં આવ્યો પણ તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યુ. ભાસ્કર મિકેનિકલ એન્જિનિયરિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. શુક્રવારે રાતે આ કોલેજનો વાર્ષિક ફેસ્ટ ચાલી રહ્યો હતો અને આ દરમિયાન જ ખૌફનાક ઘટના બની.

Image source

શરથ નામનો યુવાન આ અથડામણમાં ઘાયલ થયો હતો તેને માથા પર ઇજા થઇ હતી. તેની હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ પાર્ટીમાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ સામેલ થયા હતા અને હવે પોલિસ આ મામલાની તપાસ કરી રહી છે. આ મામલાને લઇને એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ હજુ સુધી આ ઘટનામાં કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ કરી રહ્યા છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીએ પણ હજી આ અંગે કાંઇ સ્પષ્ટ કહ્યુ નથી. CCTV ફૂટેજનું પણ વિશ્લેષણ ચાલુ છે.” જો કે, એક વરિષ્ઠ અધિકારીએ એવો પણ દાવો કર્યો હતો કે, વાસ્તવિક હુમલા અને ઘટનાના કોઈ ફૂટેજ નથી.

Image source

મૃતકના પિતરાઈ ભાઈ અનુસાર, વારસિયાના ગૌસાઈ મહોલ્લામાં રહેતો ભાસ્કર ચાર વર્ષ પહેલા મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા બેંગલોરની રેવા યુનીવર્સિટીમાં ગયો હતો. તેનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો અને શુક્રવારના રોજ કોલેજમાં ફેરવેલ પાર્ટી હતી. આ પાર્ટીમાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ પણ સામેલ થયા હતા. ભાસ્કરના મિત્રોએ થોડા વીડિયો પણ મોકલ્યા અને જેમાં દેખાઇ રહ્યુ હતુ કે, ભાસ્કરને પેટ અને છાતીના ભાગે ચપ્પાના ઘા વાગતાં તે જમીન પર ઢળી પડ્યો. જણાવી દઇએ કે, ભાસ્કરના પિતા સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને તેની માતા ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. તેને એક નાની બહેન પણ છે.

Shah Jina