“એ મારા જીજાજી નહિ પરંતુ પતિ છે !” સુરતમાં બહેનનું ઘર તોડીને 10માં ધોરણમાં ભણતી સાળીએ જીજાજી સાથે કર્યા લગ્ન, ચોંકાવનારી ઘટના

16 વર્ષીય સાળીએ જીજુ સાથે સુખ માણ્યું, પછી કર્યો મોટો ધડાકો- જાણો વિગત

આજના સમયની અંદર પ્રેમ કોને ? ક્યાં અને ક્યારે થઇ જાય તેની કોઈને ખબર નથી હોતી, અને એમ પણ દિયર ભાભી અને જીજા સાળીના પણ અતરંગી સંબંધો ઘણીવાર સામે આવે છે. હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે, જ્યાં 10માં ધોરણમાં ભણતી સાળીને તેના બહેનના જ પતિ સાથે પ્રેમ થઇ ગયો અને પોતાના જીજાજી સાથે જ ભાગી ગઈ. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સચિન વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને તેની મોટી બહેનના પતિ સાથે ફોન ઉપર વાત કરતા કરતા પ્રેમ થઇ ગયો હતો. અને પ્રેમ માત્ર પ્રેમ સુધી જ સીમિત ના રહેતા તે તેના જીજાજી સાથે ભાગી અને લગ્ન પણ કરી લીધા. જયારે તબીબી તપાસ માટે તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ત્યાં જે ખુલાસો થયો તે સાંભળીને તબીબો પણ હેરાન રહી ગયા હતા.

સગીરાએ ડોક્ટરને જણાવ્યું હતું કે, “‘મુજે ચેકઅપ નહી કરાના હૈ, મેડમ મેં ને તો અપની મરજી સે ભાગ કર જીજાજી સે શાદી કર લી હે, ઔર મે ઉનકે સાથ ફિઝિકલ ભી હો ચૂકી હું…” જયારે સગીરાએ આ કહ્યું તારે તેની વાતો સાંભળીને ડોક્ટર પણ હેરાન રહી ગયા હતા. સગીરાએ આગળ એમ પણ જણાવ્યું કે, “‘હમ રોજ મોબાઈલ પર વીડિયો કોલિંગ સે બાત કરતે થે, મુજે બહુત અચ્છા લગતા થા, બસ મેં ઉનકે બીના નહિ રહ શકતી !”

આ બાબતે સગીરાના ભાઈએ જણાવ્યું હતું કે, “બે બહેનોમાં આ નાની બહેન છે. ઘરમાં બધાની જ લાડકી છે. પિતાની બુટ-ચપ્પલની દુકાન છે અને હું એમ્બ્રોડરીનો કારીગર છું. એટલે ઘરમાં નાની બહેન અને મમ્મી જ રહેતા હોય છે. મોટી બહેનના લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. તેને બે બાળકો છે અને એ તો બિહારમાં રહે છે. કોઈ ને ખબર જ ન પડી કે, જમાઈ એટલે જીજાજી સાળીને પોતાની માયાજાળમાં ફસાવી રહ્યાં છે. એક દિવસ નાની બહેન આખો દિવસ ન દેખાય ત્યારે અચાનક મોટી બહેનનો ફોન આવ્યો, ને ખબર પડી કે જીજાજી સાળીને ભાગડી ગયો છે. ત્યારે શું કરવું અને શું ન કરવું એનો કોઈ સૂઝબૂઝ રહી ન હતી.”

જયારે મોટી બહેનના પતિએ તેની પત્નીને ફોન કરીને જણાવ્યું કે હું તારી બહેનને લઈને ભાગી રહ્યો છું, ત્યારે મોટી બહેનને પણ ખબર પડી કે તેનો પતિ તેની નાની બહેન સાથે ભાગી ગયો છે. પોલીસમાં જયારે મોટી બહેને ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસ પણ તેમની વાતો સાંભળીને હેરાન રહી ગઈ હતી. 20 દિવસ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો, આખરે 20 દિવસ બાદ તેના પતિએ ફોન કરીને તેની નાની બહેન સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવ્યું હતું.

મોટી બહેન ઉપર તેના પતિના આવેલા છેલ્લા ફોન દ્વારા પોલીસને માલુમ પડ્યું કે તેની નાની બહેન અને પતિ બેગલુરુમાં છે. પોલીસ તે બંનેને બેંગુલરૂથી સુરત લઇ આવી હતી. પોલીસને પણ નાની બહેને જણાવ્યું હતું કે, “પહેલા એ મારા જીજાજી હતા અને હવે પતિ છે, મારી માંગમાં એમનો સિંદૂર છે !” આ સાંભળીને પોલીસ પણ હેરાન રહી ગઈ હતી. મોટી બહેનના બે બાળકો પણ છે, અને હાલ તે પિતાના ઘરે પોતાના બંને બાળકો સાથે આશ્રય લઇ રહી છે.

Niraj Patel