વધુ એક વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત: બોર્ડની પરિક્ષા પહેલા જીવનની પરિક્ષા હારી ગઇ ધોરણ 12ની વિદ્યાર્થીની, એસિડ પી કર્યો આપઘાત

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે. જો કે, આ વખતે પરીક્ષાના તણાવમાં વિદ્યાર્થીઓનાં આપઘાતનાં અને હાર્ટ એટેક આવવાના બનાવો પણ ઘણા સામે આવી રહ્યા છે, ત્યારે થોડા સમય પહેલા જ રાજકોટમાં એક વિદ્યાર્થીનીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો અને હવે વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. ચોટીલાના ખેરાણા ગામમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બોર્ડની પરીક્ષા શરૂ થયાના પ્રથમ દિવસે જ ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

જો કે, સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ. ત્યારે ચોટીલાના સણોસરાની મોડેલ સ્કુલમાં ધો.12માં અભ્યાસ કરતી મુળ ખેરાણા ગામની વિદ્યાર્થિનીએ નાપાસ થવાના ડરથી એસીડ પી ગઇ હતી. તેની સારવાર ચાલી રહી હતી પરંતુ તેની તબિયત બગડતી જઇ રહી હતી, જેને કારણે 12 દિવસ બાદ રાજકોટ ખાતે તેનું મોત નિપજ્યુ હતુ. ઘટનાની વિગત જોઇએ તો, 17 વર્ષિય પ્રિતી મકવાણા ધોરણ 12માં અભ્યાસ કરતી હતી.

પરિક્ષા માટે રીસીપ આવી ગયા બાદ વાચવાની રજા આપવામાં આવી હતી અને તેથી જ તે પોતાના ઘર ખેરાણા જતી રહી હતી. પરંતુ પરીક્ષામાં પૂરી તૈયારી નહીં થતા પરીક્ષાના આગલા દિવસે એસીડ પી જતા પ્રથમ ચોટીલા સારવાર લઇ જવાઇ હતી. ત્યારે સારવાર દરમિયાન શુક્રવારના રોજ હોસ્પિટલમાં વિદ્યાર્થીનીએ દમ તોડી દીધો હતો. ચોટીલા વિસ્તારમાં પરીક્ષાના ડરથી આવી ઘટના બનતા શોકનું મોજુ છવાયુ છે અને મૃતકના પરીવારજનોમાં દુઃખનો માહોલ ફરી વળ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

મૃતકના પિતા રમેશભાઇ મકવાણા ખેતી કામ કરે છે. મૃતક ભાઇ બહેનોમાં મોટી હતી. 28 માર્ચે જ્યારે પરીક્ષા શરુ થવાની હતી તે દિવસે સવારે જ પ્રીતિએ આવું પગલુ ભર્યુ હતુ. જે બાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તેણે લાંબી સારવાર બાદ ગત રાત્રિએ તેણ દમતોડી દીધો. ઘટનાને પગલે હોસ્પિટલના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરુરી કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં બોર્ડની ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીને હાર્ટ અટેક આવ્યો હતો. ધોરણ 12ના વિદ્યાર્થીને હાર્ટ અટેક આવતાં શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યુ હતુ. આ ઉપરાંત ધોરણ 12ના નવસારીના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા હાર્ટ એટેક આવતા મોત થયું હતું.

Shah Jina