અત્યાર સુધીના સૌથી મોટા અજગરને પકડવા માટે આ 22 વર્ષના છોકરાએ જે કર્યું એ જોઈને તો તમારા રૂંવાડા પણ ઉભા જશે, જુઓ વીડિયો
22 year old student caught the longest python ever : સોશિયલ મીડિયામાં સાપના ઘણા બધા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે. જેમાં ઘણા વીડિયોની અંદર સાપ દેખાતા જ લોકો બુમાબુમ કરી મૂકે છે અને પછી સાપ પકડનાર આવીને ખુબ જ મુશ્કેલીથી સાપને પકડી પાડે છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક અજગરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને પકડવા માટે એક 22 વર્ષના છોકરાએ જે કર્યું છે તે જોઈને તો ખરેખર કોઈના પણ હોશ ઉડી જાય અને એટલે જ આ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે.
એક પુખ્ત જિરાફ જેટલો લા,બો અજગર :
હાલમાં એક અજગર ખૂબ ચર્ચામાં છે. જેની લંબાઈ એક પુખ્ત જિરાફ જેટલી હોય છે. અમેરિકાના ફ્લોરિડામાં એક અજગર પકડાયો હતો જેને જેક વેલેરી નામના 22 વર્ષના વિદ્યાર્થીએ પકડ્યો હતો. અજગરની લંબાઈ 19 ફૂટ, વજન 56.6 કિલો છે. તે વિશ્વનો સૌથી લાંબો બર્મીઝ અજગર માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજગરને પકડ્યા બાદ જેક તેને સાઉથવેસ્ટ ફ્લોરિડામાં એક અભયારણ્યમાં લઈ ગયો. ત્યાં તેની ઊંચાઈ અને વજન માપવામાં આવ્યા.
વિશ્વનો સૌથી લાંબો અજગર :
ઓક્ટોબર 2020માં ફ્લોરિડામાંથી બીજો બર્મીઝ અજગર મળી આવ્યો હતો. તેની ઉંચાઈ 18 ફૂટ 9 ઈંચ હતી. તે વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી લાંબો બર્મીઝ અજગર હતો. અજગરના બચાવનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જેકે બર્મીઝ અજગરને રસ્તાની બાજુમાં પૂંછડી વડે ખેંચી લીધો હતો. એટલામાં જ આ વિશાળ અજગર તેની તરફ દોડતો આવ્યો. પછી જેકી તેને ફેરવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે.
View this post on Instagram
જીવન જોખમે પકડી લીધો અજગર :
ત્યારે બીજા કેટલાક લોકો જેકની મદદ માટે આગળ આવે છે. જેકે કહ્યું કે અજગરને વૈજ્ઞાનિક સંશોધન માટે ફ્લોરિડાના અભયારણ્યમાં મોકલવામાં આવ્યો હતો. બર્મીઝ અજગર તેમની વસ્તી સાથે દક્ષિણ ફ્લોરિડાના પર્યાવરણને પણ અસર કરે છે. નેશનલ જિયોગ્રાફિક અનુસાર, આ બર્મીઝ અજગર વિશ્વના સૌથી લાંબા સાપમાંથી એક છે. તેઓ અનોખી રીતે શિકારને પકડે છે. સૌ પ્રથમ, તેઓ તીક્ષ્ણ દાંત વડે શિકારને પકડે છે. પછી તેઓ શિકારને તેમના શરીર સાથે ટ્વિસ્ટ કરે છે. પીડિતનો શ્વાસ બંધ ન થાય ત્યાં સુધી તેને પકડી રાખે છે. આ અજગર સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, મગરને પકડીને ખાય છે. સામાન્ય રીતે તેઓ માણસોને ખાતા નથી.