ખાવા માટે થઈને રસ્તા પરના આ શ્વાને કર્યો એવો અભિનય કે લોકો પણ જોઈને હેરાન રહી ગયા, વાયરલ થયો વીડિયો

તમે ફિલ્મોમાં કે ટીવીમાં અથવા તો નાટકમાં ઘણા કલાકારોને અભિનય કરતા જોયા હશે. ઘણા લોકો તો ચાલતા ચાલતા પણ અભિનય કરતા હોય છે, પરંતુ શું તમે કોઈ પ્રાણીને કોઈ અભિનય કરતા જોયું છે ? ઘણા પાલતુ અને ટ્રેની પ્રાણીઓ આ કરી શકે છે, પરંતુ કોઈ સ્ટ્રીટ ડોગ જો આવો અભિનય કરે તો બધાને નવાઈ લાગે. હાલ એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક શ્વાનનો અભિનય જોઈ સૌ કોઈ હેરાન છે.


સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. પરંતુ તેમાં સૌથી વધુ ફેન ફોલોઇંગ શ્વાનની બની ગઈ છે. જો તમારા ઘરમાં પણ પાલતુ શ્વાન છે, તો તમે પણ તેની માસૂમિયત અને તોફાનથી સારી રીતે વાકેફ હશો. આ વીડિયોમાં એક શ્વાને પોતાની આગવી સ્ટાઇલથી લોકોને હસાવ્યા હતા.


વાયરલ વીડિયોમાં શ્વાન વ્યક્તિ પાસેથી ખાવાનું માંગવા માટે રસ્તા પર લંગડાતો જાય છે. પરંતુ જેવી વ્યક્તિ શ્વાનને ખોરાક આપે છે કે તરત જ શ્વાન ખાવાની વસ્તુ મોંમાં દબાવીને જાણે કઈ થયું જ ના હોય તેમ સલામત રીતે ચાલીને રસ્તાની બીજી બાજુ આવી જાય છે. શ્વાનનો આ અભિનય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 23 સેકન્ડમાં જ આ શ્વાને પોતાની એક્ટિંગથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકોએ આ વીડિયોને લાઈક અને શેર પણ કર્યો છે. સાથે જ ઘણા લોકો કોમેન્ટ કરીને શ્વાનના આ અભિનયની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel