અમદાવાદ પોલીસના હાથમાં લાગ્યો વિચિત્ર ચોર, એવી રીતે કરી ચોરી કે સાંભળીને પોલીસ પણ માથું ખંજવાળવા લાગ્યા

ચોર ગમે તેટલો શાતીર કેમ ના હોય તે એકના એક દિવસ પોલીસના હાથમાં જરૂર આવી જતો હોય છે. ત્યારે હાલમાં અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે એક એવા ઘરફોડ ચોરની ધરપકડ કરી છે. જેની મોડેસ ઓપરેન્ડી સાંભળી તમે પણ ચોકી ઉઠશો. આ ચોરે ચોરી કરવા માટે એવું કર્યું કે સાંભળીને પોલીસે પણ માથું પકડી લીધું હતું.

અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે મોતી ચૌહાણ નામના એક ચોરની ધરપકડ કરી હતી, આ ચોરે ત્રણ મહિનાથી ચોરીના ઈરાદે પોતાનું 6 કિલો વજન ઉતાર્યું અને ત્રણ વર્ષ અગાઉ જ્યાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો. પરંતુ નોકરી તો માત્ર બહાના માટે હતી અને ઈરાદો હતો ઘરમાં મોટો હાથ ફેરો કરવાનું હતું.

ચોરી કરવા માટે મોતી ચૌહાણે આ ત્રણ મહિનામાં 5 થી 6  કિલો વજન પણ ઘટાડ્યું હતું. જેથી કરી ચોરી કરવા માટે ઘરની ગ્રીલમાંથી અંદર પ્રવેશ મેળવી શકે. જેના બાદ આ શાતીર ચોરે એક બે લાખની ચોરી નહીં પરંતુ 37 લાખનો મુદ્દામાલ ચોરી કરી તેને આ મુદ્દામાલને એક જમીનમાં દાટી દીધો હતો પરંતુ તેની ચાલાકી કામ ના લાગી અને તે પોલીસના હાથે ઝડપાઇ ગયો. આ તમામ ખુલાસાઓ આરોપીના ઝડપાયા બાદ સામે આવ્યા.

દિવાળીના દિવસોમાં વસંત બિહાર બોપલ ખાતે રહેતા વેપારી પરિવાર સાથે રજાઓ માણવા બહાર ગયા હતા. દરમિયાન ચોરી કરી હાથફેરો મારવા આરોપી મોતી ચૌહાણે પહેલેથી જ પ્લાન ઘડ્યો હતો. જેના માટે મોતી ચૌહાણે છેલ્લા ઘણા સમયથી ઘરની રેકી કરવાનું ઘરઘાટી તરીકે કામ કરતા વ્યક્તિના સંપર્કમાં રહેવાનું અને સીસીટીવીમાંના આવે તે પ્રકારે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

જે બાદ મોતી ચૌહાણે કુલ 37 લાખના મુદ્દામાલની ચોરી કરીને જમીનમાં દાટી દીધો હતો. આરોપીએ પોલીસ પકડથી બચવા માટે તમામ પ્લાનિંગ કરી રાખ્યા હતા. પરંતુ તેની એક જ ભૂલ પોલીસ માટે મહત્વની કદી બની ગઈ પોલીસે આરોપી મોતી ચૌહાણને રાજસ્થાનથી ઝડપીને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Niraj Patel