આ મહિલાના શ્રાપથી બરબાદ થયો અતીક અહમદનો પૂરો પરિવાર, લગ્નના 9 દિવલ બાદ જ થઇ ગઇ હતી પતિની હત્યા

આ મોટી હસ્તીએ ગુંડા અતીકને આપ્યો હતો શ્રાપ, આખરે સાચું થઇ જ ગયું, જાણો સમગ્ર મામલો

પ્રયાગરાજમાં 40 વર્ષથી જે માફિયા અતીકનો આતંક હતો તે હવે ખત્મ થઇ ગયો છે. ત્રણ દિવસમાં અતીકના પરિવારના ત્રણ લોકો માટીમાં મળી ગયા. પહેલા અતીકના દીકરા અસદનું એન્કાઉન્ટર કરી દેવાયુ અને પછી બે દિવસ બાદ અતીક અને તેના ભાઇ અશરફની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી.

શનિવારે મોડી સાંજે થયેલ આ હત્યાકાંડે લગભગ 18 વર્ષ જૂના ઘટનાક્રમની યાદ અપાવી દીધી. અતીકના પરિવાર અને તેના ગુર્ગોના ખાત્મામાં એક મહિલાનો શ્રાપ લાગેલો છે. તે મહિલા બીજુ કોઇ નહિ પણ પૂર્વ વિધાયક રાજુ પાલની પત્ની પૂજા પાલ છે.

પૂજા પાલનો શ્રાપનો કિસ્સો તે સમયનો છે જ્યારે 2004માં પ્રયાગરાજથી અતીક અહમદે લોકસભા ચૂંટણી જીતી હતી. આ દરમિયાન પ્રયાગરાજ પશ્ચિમીની વિધાનસભા સીટ પણ ખાલી થઇ ગઇ હતી. 2005માં આ સીટ પર ઉપચૂંટણી થઇ તો અતીકે તેના ભાઇ અશરફને મેદાનમાં ઉતાર્યો. અશરફ સામે બસપાની ટિકિટથી રાજુ પાલે ચૂંટણી લડી હતી.

તે સમયે જ્યારે પહેલીવાર અતીક પરિવારને હારનો સામનો કરવો પડ્યો અને રાજુ પાલ વિધાનસભાની ચૂંટણી જીતી ગયો. વિધાયક બન્યાના કેટલાક દિવસ બાદ જ રાજુ પાલના લગ્ન પૂજા પાલ સાથે થયા. એક તો વિધાયક બનવાની ખુશી અને ઉપરથી લગ્ન આ વસ્તુ અતીક અહમદનો પરિવાર પચાવી નહોતો શક્યો. અતીકે રાજુ પાલને ખત્મ કરવાનો પ્લાન બનાવ્યો. અતીકે રાજુ પાલની હત્યા માટે અશરફને લગાવ્યો.

25 જાન્યુઆરી 2005ના રોજ ઘૂમનગંજમાં ચારે બાજુ ઘેરી રાજુ પાલની ગોળીઓ વરસાવી હત્યા કરી દેવામાં આવી અને તેને દોડાવી દોડાવી તેના પર ગોળીઓ વરસાવવામાં આવી. પ્રયાગરાજમાં થયેલા આ જઘન્ય હત્યાકાંડથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું હતું. જ્યારે પતિની જાહેરમાં હત્યા કરવામાં આવી ત્યારે પૂજા પાલના હાથમાંથી મહેંદીનો રંગ પણ નહોતો ઉતર્યો.

 

લગ્નના નવ દિવસ પછી રાજુ પાલની હત્યાના કારણે પૂજા પાલે અતિક અને તેના પરિવારને શ્રાપ આપ્યો હતો. આતિકના પરિવારમાં કોઈએ વિચાર્યું નહોતું કે પૂજા પાલનો શ્રાપ આતિકના પરિવાર પર આટલો ભારે પડશે. પૂજા પાલે રડતા રડતા કહ્યુ હતુ કે, અતીક અને તેના સાગરિતોએ મારા પતિ સાથે જે કર્યું છે,

એક દિવસ ભગવાન તેમને તેમના કૃત્યોની સજા આપશે અને તે આ રીતે સમાપ્ત થશે. લગભગ 18 વર્ષ પછી કંઈક આવું જ થયું. ત્રણ દિવસમાં અતીકના પરિવારનું નામો-નિશાન ભૂંસાઈ ગયું. તેના બે સગીર પુત્રો જેલમાં છે અને પત્ની ફરાર છે. પુત્ર અસદના એન્કાઉન્ટર બાદ બે દિવસ પછી જ્યારે રૂટીન ચેકઅપ માટે અતીક અને અશરફને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે બંને પર ગોળીબાર કરવામાં આવ્યો અને સેકન્ડોમાં જ બંનેના મોત થઇ ગયા.

અતીક અને અશરફના મોત પર મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા પૂજા પાલે કહ્યું કે વ્યક્તિ જેવું કરે છે તેવું ચૂકવે છે. ઈતિહાસ પુનરાવર્તિત થાય છે અને માણસના કર્મોનું ફળ આ પૃથ્વી પર મળે છે. પતિ રાજુ પાલની હત્યા બાદ તેની પત્ની પૂજા પાલે તેનો વારસો સંભાળ્યો છે. રાજુ પાલના હત્યા બાદ વિધાનસભા બેઠક ખાલી પડી હતી અને થોડા દિવસો બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ.

આ દરમિયાન પૂજા પાલે બસપાની ટિકિટ પર અશરફ સામે ચૂંટણી લડી પણ તેનો પરાજય થયો હતો. 2007માં ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ જેમાં પૂજા પાલ પહેલીવાર બસપાની ટિકિટ પરથી જીતી. આ પછી 2012ની વિધાનસભા ચૂંટણીમાં પૂજા પાલે અપના દળ તરફથી ઉભેલા અતિક અહેમદને હરાવ્યો. જાન્યુઆરી 2018માં બસપાએ અનુશાસનહીનતાના આરોપમાં ગડેરિયા સમુદાયમાંથી આવતી પૂજા પાલને હાંકી કાઢી હતી. જો કે, વચ્ચે તેની વચ્ચે ભાજપમાં જોડાવાની પણ ચર્ચા થઈ હતી. હવે સપાએ તેને ઉન્નાવથી ઉમેદવાર બનાવી છે.

Shah Jina