લો બોલો… જેના લોકો પેટ ભરીને કરી રહ્યા છે વખાણ, એ ફિલ્મ “જવાન” તો નીકળી સાઉથની કોપી ? એટલી પર લાગ્યો ચોરી કરવાનો આરોપ, જુઓ મામલો

ફક્ત 2 દિવસમાં જ 197.50 કરોડ કમાઈ લેનારી શાહરુખ ખાનની ફિલ્મ “જવાન” પર લાગ્યો સાઉથની કોપી હોવાનો આરોપ, લોકો આપી રહ્યા છે હવે આવી પ્રતિક્રિયા

Jawan Story Copied From South Film : બોલીવુડમાં આવેલી ઘણી ફિલ્મો સાઉથ ફિલ્મોની કોપી હોય છે, તે છતાં પણ આ ફિલ્મો સારો એવો બિઝનેસ કરતી હોય છે. ત્યારે હાલ બોલીવુડના કિંગ ખાન એવા શાહરુખ ખાનની ફિલ્મ “જવાન” બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે ઓપનિંગમાં જ માત્ર 129 કરોડનો બિઝનેસ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ શાનદાર ઓપનિંગ સાથે, તે તેની રિલીઝ ડેટ પર અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર બૉલીવુડ મૂવી બની ગઈ છે.

સાઉથની કોપી હોવાનો આરોપ :

આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે અને યુઝર્સ પોતાના મંતવ્યો આપી રહ્યા છે. ફિલ્મના વખાણ કરનારા લોકોની કોઈ કમી નથી, ત્યારે કેટલાક લોકોએ કહ્યું છે કે આ ફિલ્મ દક્ષિણની કેટલીક અન્ય ફિલ્મો સાથે મેળ ખાય છે. સોશિયલ મીડિયા પર પણ લોકો અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો ટ્રોલ કરી રહ્યા છે અને ફિલ્મ ‘થાઈનાડુ’માં સમાનતા દર્શાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે એટલીની ફિલ્મ ‘જવાન’ની વાર્તા 1989ની તમિલ ફિલ્મ ‘થાઈનાડુ’ જેવી છે.

યુઝર્સની પ્રતિક્રિયા :

જ્યાં એક યૂઝરે સોશિયલ મીડિયા પર કહ્યું, ‘ફિલ્મ જવાનની વાર્તા મૂળભૂત રીતે 1898ની ફિલ્મ “થાઈનાડુ” સાથે મેળ ખાય છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘જવાનને 1989ની ફિલ્મમાંથી કોપી કરવામાં આવી છે.’ જોકે, અત્યાર સુધી મેકર્સે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પહેલીવાર નથી જ્યારે એટલી પર સાહિત્યિક ચોરીનો આરોપ લાગ્યો હોય. એટલીની 2019ની ફિલ્મ ‘બિગિલ’ની રિલીઝ દરમિયાન, તેના પર ફિલ્મની વાર્તા ચોરી કરવાનો આરોપ પણ લાગ્યો હતો.

2 દિવસમાં 197.50 કરોડની કમાણી :

‘જવાન’એ રિલીઝના પહેલા દિવસે જ 129.6 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું. તેણે રિલીઝના બીજા દિવસે 75 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં આ ફિલ્મે બે દિવસમાં કુલ 197.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા, સાન્યા મલ્હોત્રા, વિજય સેતુપતિ જેવા દિગ્ગજ સ્ટાર્સ જોવા મળશે. જેમાં દીપિકા પાદુકોણનો કેમિયો જોવા મળશે.

Niraj Patel