ખબર વાયરલ

ઘૂંટણ સમા ભરાયેલા પાણીમાં પગ ના પલળે તે માટે થઈને આ ભાઈએ લગાવ્યો એવો ગજબનો જુગાડ કે આનંદ મહિન્દ્રા પણ બોલી ઉઠ્યા.. “વાહ !” જુઓ વીડિયો

દેશભરમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામી ચુક્યો છે, અને ઘણી બધી જગ્યાએ ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. આવા વરસાદમાં ઘણા લોકો પલળવાથી બચવા માટે અલગ અલગ પ્રકારના જુગાડ પણ અપનાવતા હોય છે, જેના જુગાડી વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ તેમના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંથી એક એવા આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે અને તેમના સોશિયલ મીડિયામાં આવા જુગાડુ વીડિયો પણ પોસ્ટ કરતા હોય છે,  ત્યારે આનંદ મહિન્દ્રાએ હાલ સોશિયલ મીડિયામાં એક યુવકનો વીડિયો શેર કર્યો છે, જેને ઘૂંટણ સમા પાણીમાં પલળવાથી બચવા માટે એક ગજબનો જુગાડ અપનાવ્યો છે.

વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રસ્તો ઘૂંટણ સુધી પાણીથી ભરાઈ ગયો છે અને એક વ્યક્તિ સ્ટૂલની મદદથી તેને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે વ્યક્તિ ડૂબી ગયેલો રસ્તો પાર કરે છે, પરંતુ તેના પગ પણ પાણીમાં ભીના થતા નથી. આ વ્યક્તિ પાણીથી ભરેલા માર્ગને પાર કરવા માટે બે સ્ટૂલનો સહારો લે છે. આગળ વધવા માટે વ્યક્તિ એકાંતરે સ્ટૂલને ખસેડે છે અને તેના પર પગ રાખીને ચાલવાનું ચાલુ રાખે છે. આમ કરવાથી તે માર્ગ પાર કરે છે.

વીડિયોમાંના વ્યક્તિની પ્રશંસા કરતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને લખ્યું કે “જેમ કે કહેવત છે: જરૂરિયાત એ શોધની માતા છે.” આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને કોમેન્ટમાં અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે કહ્યું કે ભારતમાં દરેક જણ આવા જિનિયસ છે. સોશિયલ મીડિયાનો આભાર! કેટલાકને ઓળખ મળી રહી છે. અન્ય એક યુઝરે ટ્વિટ કર્યું, ‘વાહ શું વિચાર, શું વિચાર !”