શ્મશાનમાં ચિતામાંથી ઊભી થઇ ડેડબોડી, ઓમ-ઓમના અવાજ સાથે ચાલવા લાગ્યા શ્વાસ

અચાનક જ મડદું ઊભું થતા જોનારા લોકો ડરના માર્યા ધ્રુજી ગયા- જાણો સમગ્ર ઘટના

એમપીના અશોકનગર જિલ્લામાં ગુરુવારે મુક્તિધામમાં એ સમયે ખલબલી મચી ગઇ જયારે એક લાશ ચિતાથી ઉઠીને બેસી ગઇ અને અવાજ નીકળવા લાગ્યો. તે બાદ પરિજનોએ ડોક્ટર અને એમ્બ્યુલેંસને ફોન કર્યો.

અશોકનગરના હર્ષિત જૈને જણાવ્યુ કે તેમના નાના ભાઇ અનિલ જૈનની લગભગ છેલ્લા 15 દિવસથી કોરોનાની સારવાર ચાલી રહી હતી. ગુરુવારે તેની મોતની પુષ્ટિ થયા બાદ જિલ્લા ડોક્ટરો તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર માટે મુક્તિધામ લાવ્યા. જયારે તેને મુક્તિધામ લઇને આવ્યા તો તેના શરીરમાં હલચલ થઇ અને મોઢામાંથી અવાજ નીકળ્યો.

ડોક્ટરો આ બાબતે જણાવે છે કે માયોફિબ્રિલ્સમાં રાસાયણિક ફેરફારના કારણે આવું થાય છે. દરેક વ્યક્તિના મૃત્યુ બાદ શરીરમા આ પ્રકારની મુવમેન્ટ જોવા મળતી હોય છે. જેને રિગોર મોર્ટિસ કહેવામાં આવે છે.

મૃતકના ભાઇનો દાવો છે કે, અનિલ ઉઠીને બેસી ગયો. તે બાદ ડોક્ટરોની ટીમ આવી અને તેને મૃત ઘોષિત કરી દીધો. પરિજનોનો આરોપ છે કે, જિલ્લા હોસ્પિટલમાં મૃતક જીવતો હતો. તેના મુક્તિધામમાં ચિતા ઉપર જ પ્રાણ નીકળી ગયા. પરિજનોએ હોસ્પિટલ પ્રબંધન પર લાપરવાહીનો આરોપ લગાવી રહ્યા છે.

Shah Jina