જો તમને પણ વારંવાર પેટનો દુખાવો થાય છે તો ખાવ આ 5 વસ્તુઓ, રહેશો હેલ્દી અને ફીટ

પેટની સમસ્યાથી છૂટકારો મેળવવા આ વસ્તુ છે રામબાણ

આજકાલ ખરાબ જીવનશૈલી અને અનિયમિત ખાવાની આદતોને કારણે વ્યક્તિને અપચો, પેટમાં દુખાવો સહિત અન્ય સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં, કંઈપણ ખાવાનું મન થતુ નથી. તો બીજી તરફ ખાલી પેટ રહેવું પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

જો તમે પણ પેટની સમસ્યાથી પરેશાન છો તો આહારમાં હલકી વસ્તુઓ ખાઓ. આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. હંમેશા સમયસર પૌષ્ટિક આહાર લો. આ સિવાય ખોરાકમાં પુષ્કળ પાણી લો જેથી પાણીની કોઈ અછત ન રહે. ચાલો જાણીએ કેટલાક ખોરાક વિશે જે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ભૂખને પણ શાંત રાખે છે.

1. દહીં-ભાત: જો તમને પેટની સમસ્યા હોય તો તમે દહીં-ભાત ખાઈ શકો છો. તે સરળતાથી પચી જાય છે અને તેમાં રહેલા ફાઇબર લૂઝ મોશનને રોકવામાં મદદ કરે છે. આ માટે તમારે ચોખાને થોડા વધારે પકાવવાના રહેશે અને તેને દહીં સાથે સારી રીતે મિક્સ કરવા પડશે. તેમાં થોડું મીઠું અને શેકેલું જીરું ઉમેરો. તે ન માત્ર ખાવામાં સ્વાદિષ્ટ છે પરંતુ તે ખાલી પેટ માટે પણ ફાયદાકારક છે. દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે જે આંતરડામાં ગૂડ બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે.


2. આદુવાળી ચા: જો તમને પેટમાં દુખાવો, અપચો હોય તો આદુવાળી ચા પીવો. તમને આદુવાળી ચા પીવાથી રાહત મળી શકે છે. આ માટે, એક કપ પાણીમાં થોડું છીણેલું આદુ ઉકાળો અને સ્વાદ અનુસાર મીઠું અને મધ ઉમેરો અને ચાને ગાળી લો. આદુની ચા તમારા પેટની બળતરા અને અન્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઈંફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.


3. કેળા: કેળામાં કુદરતી એન્ટાસિડ હોય છે અને તે લૂઝ મોશનને અટકાવવામાં મદદ કરે છે. કેળામાં પોટેશિયમ ભરપૂર હોય છે જે પેટની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. કેળા તમારા શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે.


4.કોમ્બુચા(ચા):  જો તમે એસિડિટી અને પેટના દુખાવાથી પરેશાન છો તો કોમ્બુચા પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે તમારા પેટની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે અને પેટનું ફૂલવું પણ ઘટાડે છે. ધ્યાનમાં રાખો કે તમે એક જ વારમાં કોમ્બુચા ભરેલો ગ્લાસ ન પીવો અને વધુ સારા પરિણામો મેળવવા માટે તેને ધીમે ધીમે પીતા રહો. કોમ્બુચામાં પ્રોબાયોટિક્સ હોય છે અને શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં મદદ કરે છે.


5. ઓટ્સ: ઓટ્સ એક સ્વાદિષ્ટ છતાં હળવો ખોરાક છે જે ખાલી પેટ ખાઈ શકાય છે. તમે સ્વિટ ઓટ્સ અથવા નમકિન ઓટ્સ બનાવી શકો છો. તમે નમકિન ઓટ્સમાં કોઈપણ પ્રકારનો મસાલો ન ઉમેરો. તેનાથી પેટની સમસ્યાઓ વધી શકે છે. સ્વિટ ઓટ્સ દૂધમાં રાંધવામાં આવે છે. તમે તેને પાણીમાં પણ પકાવી શકો છો. ઓટ્સના બાઉલમાં બદામ અને ફળો નાખવાનું ટાળો. તમે તેની જગ્યાએ કેળાનો ઉપયોગ કરી શકો છો. ઓટ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.

Patel Meet