ટાટા ગ્રુપનો આ ફેમસ શેર જોરદાર તૂટ્યો, ઇન્વેસ્ટરોની હાલત ખરાબ થઇ ગઈ, તમારી પાસે છે આ શેર? જુઓ નામ

Investment in share market: ઇન્વેસ્ટમેન્ટને સ્પીડમાં ગ્રોથ કરવા માટે શેર બજારને સૌથી બેસ્ટ ઓપશન માનવામાં આવે છે. તે વાજબીપણે પણ નથી. જ્યારે તક મળે ત્યારે યોગ્ય આયોજન સાથે રોકાણ કરવું ખાસ જરૂરી છે. આપણા દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રુપને લઈને એક સૌથી મોટા સમાચાર છે.

આજે Tata Sons ભારતની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS)ના 2 કરોડથી વધુ શેર વેચવા જઈ રહી છે. શેરબજાર ખુલતાની સાથે જ આ શેર બ્લોક ડીલ દ્વારા વેચવામાં આવશે અને તેના માટે ફ્લોર પ્રાઇસ પણ નક્કી કરવામાં આવી છે.

ટાટા સન્સ આજે 19 માર્ચના રોજ બ્લોક ડીલ દ્વારા TCSમાં પોતાનો હિસ્સો વેચશે. 18 માર્ચે TCS ના શેર 1.72 ટકાના ઘટાડા સાથે 4144.75 ના સ્તરે બંધ થયો હતો. રિપોર્ટ અનુસાર ટાટા સન્સ બ્લોક ડીલ દ્વારા TCSમાં 2.3 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે.

તમને જણાવી દઈએ કે બ્લોક ડીલ માટે ઓફર પ્રાઈસ 4,001 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જે TCS માટે આજના બંધ ભાવ કરતાં 3.45 ટકા ડિસ્કાઉન્ટ પર છે. ઓફર પ્રાઈસ પર બ્લોક ડીલની સાઈઝ 9,202 કરોડ રૂપિયાથી વધારે છે.

તમને જણાવી દઈએ કે સોમવારે, TCSના શેર BSE પર 4254.45ના સર્વકાલીન ઊંચા દરે પહોંચ્યા હતા. જોકે, દિવસના અંતે તે 1.7 ટકા ઘટીને રૂા. 4144.75 પર બંધ રહ્યો હતો. ટીસીએસનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂા. 15 ટ્રિલિયન છે. બજાર મૂલ્યની દ્રષ્ટિએ તે માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી પાછળ છે.

YC