પટેલ નગરમાં બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમી દુર્ઘટનામાં આટલા ગુજરાતી ભક્તો મૃત્યુ પામ્યા, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારા દૃશ્યો

દેશભરમાં ગઈકાલે રામનવમીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવામમાં આવ્યો. મંદિરોમાં પણ ભીડ જોવા મળી તો ઘણી જગ્યાએ ભગવાન શ્રી રામની શોભાયાત્રા પણ નીકળી હતી. ત્યારે આ દરમિયાન એક ભયાનક અકસ્માતની ખબર પણ સામે આવી છે, જેમાં અત્યાર સુધી 35 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

મધ્ય પ્રદેશના ઈન્દોરના પટેલ નગરમાં આવેલા પ્રાચીન શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર પર બનેલ કુવાની છત ધરાશાયી થઈ ગઈ હતી. જેના બાદ છત પર બેઠેલા લોકો કુવામાં પડ્યા હતા અને આ અકસ્માતમાં મૃત્યુઆંક 36 પર પહોંચ્યો છે. શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરે હવન બાદ કન્યા પૂજન ચાલતું હતું. આ દરમિયાન કુવાની છત તૂટી ગઈ અને ત્યાં હાજર 50 થી વધુ લોકો તેમાં પડી ગયા.

આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે. કુવામાંથી તમામ લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકોના હોસ્પિટલમાં મોત થયા છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ શુક્રવારે સવારે ઘાયલોની હાલત જાણવા એપલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, તુલસી સિલાવત, માલિની લક્ષ્મણ સિંહ ગૌર પણ તેમની સાથે પહોંચ્યા હતા.

સવારે 11:00 થી સવારે 6:00 વાગ્યા સુધી ચાલેલા બચાવ અભિયાનમાં, આર્મી અને એનડીઆરએફની ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની મદદથી 20 જેટલા લોકોના મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યા હતા. દુર્ઘટનાની માહિતી મળ્યા પછી, લગભગ 140 આર્મી અને એનડીઆરએફના જવાનો મહુથી ત્રણ અલગ-અલગ ટીમોમાં સ્થળ પર હાજર હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ગુરુવારે મોડી રાત્રે લગભગ 13 વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અગાઉ 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક શું થયું તે કોઈને સમજાયું નહીં. જોકે, સ્થાનિક લોકોએ સક્રિયતા દાખવતા 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

Niraj Patel