માતાએ દીકરાનું માથુ જમીન પર અથાડીને મારી નાંખ્યો પછી લાશ ખાડામાં દાટી દીધી! પિતાએ પણ કર્યુ એવું કે…વાંચી ગુસ્સો ફાટી નીકળશે
ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતી રહે છે. ઘણીવાર કોઇ નાની અમથી વાતને કારણે પણ કોઇની હત્યા કરી દેતા હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક ચકચારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં દોઢ વર્ષના બાળકની સાવકી માતાએ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સાવકી માતાએ હત્યા કર્યા બાદ બાળકનું મોત બીમારીમાં થયું હોવાનું કાવતરું પણ ઘડ્યુ હતુ અને પતિને ગેરમાર્ગે દોર્યો હતો. જો કે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા ભાંડો ખૂલ્યો હતો.

બાળકની લાશનું પીએમ કરાવવામાં આવતા હત્યાનો ભેદ ખુલ્યો હતો. અને પોલિસ તપાસમાં આ હત્યા મૃતકની સાવકી માતાએ જ કરી હોવાનું સામે આવ્યું હતુ. પાંડેસરા પોલીસે સાવકી માતા મમતા અરુણ ભોલાને પકડી લાવી ધરપકડની તજવીજ શરૂ કરી છે. ઘટનાની વિગત તપાસીએ તો, પાંડેસરા હરીઓમનગરમાં રહેતા અરૂણ ભોલાએ મમતા સાથે વર્ષ 2013માં લગ્ન કર્યા હતા અને બંનેન 8 વર્ષનો પુત્ર છે અને તે હાલમાં ઓરિસ્સા રહે છે. વર્ષ 2016માં અરૂણ તેની સગી સાળીને લઈ સુરત આવી ગયો હતો અને તેની પત્ની પુત્ર સાથે વતનમાં રહેતી હતી.

સાળી સાથે અરૂણને સાડા ત્રણ વર્ષની દીકરી અને દોઢ વર્ષનો દીકરો પણ થયો હતો. ત્યારે ત્રણેક મહિના પહેલા સાળીનું બિમારીને કારણે અવસાન થયું અને અરૂણ બંને બાળકોને લઈ વિધિ કરવા વતન ગયો ત્યારે તે પત્નીને બંને બાળકોને સાચવવા સાથે લઈ આવ્યો હતો. દોઢ વર્ષનો માલૂમ બાળક જમવાનું જમે અને તરત જ ટોયલેટ કરતો. જેને કારણે સાવકી માતાને સફાઇ કરવી પડતી.

જો કે, વારંવાર ટોયલેટને કારણે તે બાળકની સારસંભાળ બરાબર રાખી રહી ન હતી. અને તેના કારણે પતિ સાથે તેનો ઝઘડો પણ થતો. ત્યારે આ બાબતથી કંટાળી 13 તારીખના રોજ રાત્રે સાવકી માતાએ બાળકનું માથુ દિવાલમાં પછાડી તેને મોતને ઘાટ ઉતારી દીધો. તે બાદ તેણે તેને સુવડાવી દીધો. જયારે મહિલાનો પતિ આવ્યો ત્યારે તેણે બાળકને જગાવ્યો પરંતુ તે મૃત હોવાને કારણે ઉઠયો નહિ. તે બાદ પત્નીએ પતિને કહ્યું કે બે-ત્રણ વાર તેને ટોયલેટ થઇ હતી અને તેને કારણે તેને સુવડાવી દીધો છે.

બાળકના મોત બાદ તેની દફનવિધિ કરવા માટે મહિલાનો પતિ અને ભત્રીજા નજીકમાં ખુલ્લા મેદાન પર ગયા ત્યારે ખાડો ખોદી મીઠું નાખી દફનવિધી કરી. જોકે, બાદમાં 14 તારીખના રોજ વરસાદને કારણે બાળકની લાશ બહાર આવી ગઇ અને તેને કારણે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો અને પોલિસે લાશને પીએમ માટે મોકલી આપી અને તે બાળકની હત્યા થઇ હોવાનું સામે આવ્યુ.