ભાઇ-બહેનને આપત્તિજનક સ્થિતિમાં જોઇ મમ્મી, વિરોધ કર્યો તો મમ્મી સાથે ન કરવાનું કરી નાખ્યું

મમ્મીએ ભાઈ બહેનને રંગરેલિયા મનાવતા ઝડપી લીધા પછી આવતો ખતરનાક અંજામ, જાણો આખી સ્ટોરી

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર અવૈદ્ય સંબંધોના ઘણા મામલા સામે આવે છે, જેમાંના કેટલાક તો સંબંધોને તાર તાર પણ કરે છે. ત્યારે હાલમાં જ એક હત્યા અને અવૈદ્ય સંબંધનો એવો મામલો સામે આવ્યો કે સાંભળી બધા ચોંકી ગયા. ઉન્નાવમાં સાવકા ભાઈ-બહેન વચ્ચેના અવૈદ્ય સંબંધોનો વિરોધ કરવા બદલ એક મહિલાની હત્યા કરવામાં આવી. હત્યા બાદ મહિલાની પુત્રી અને સાવકો પુત્ર સ્થળ પરથી ભાગી ગયા પણ પોલીસે તેમની 24 કલાકની અંદર જ ધરપકડ કરી લીધી.

મૃતકની ઓળખ શાંતિ સિંહ તરીકે થઈ છે, જ્યારે ધરપકડ કરાયેલા આરોપીઓના નામ શિવમ અને તન્નુ ઉર્ફે પૂજા છે. પોલીસે જણાવ્યું કે બંનેએ મળીને માતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પૂજાના લગ્ન અન્ય કોઈ સાથે નક્કી થયા બાદ બંનેએ માતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શાંતિનો મૃતદેહ સદર કોતવાલી વિસ્તારના બંધુ વિહાર વિસ્તારમાં ભાડાના મકાનમાંથી મળ્યો હતો. પૂજા શાંતિની ત્રીજા લગ્નથી જન્મેલી દીકરી છે,

જ્યારે શિવમ તેના બીજા પતિનો પુત્ર છે. બધા સાથે રહેતા હતા અને આ દરમિયાન માતાએ બંને ભાઈ-બહેન વચ્ચેના અવૈદ્ય સંબંધોને પોતાની આંખે જોઈ લીધા હતા. ત્યારથી માતા વિરોધ કરવા લાગી અને પુત્રીના લગ્નની વાત કરવા લાગી. પોલીસે જણાવ્યું હતું કે શાંતિના ચહેરા અને ગરદન પર અનેક ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. પૂજાના મોબાઈલ કોલ ડિટેઈલના આધારે શિવમને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને શિવમના નિવેદનના આધારે પૂજાને કસ્ટડીમાં લેવામાં આવી.

તેણે કહ્યું કે તેની માતાએ બંનેને વાંધાજનક હાલતમાં જોયા હતા અને પૂજાના લગ્ન કોઈ અન્ય સાથે નક્કી કરાયા હતા. તેથી, તેણે તેની માતાની હત્યા કરીને તેની સાથે રહેવા દિલ્હી જવાની યોજના બનાવી. જો કે, પોલીસ તેમની પાસે પહોંચી ગઈ અને બંનેની ધરપકડ કરી. પૂછપરછમાં બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

Shah Jina