ના હોય ! અમદાવાદના કૃષ્ણનગર ST ડેપોમાંથી વેલેન્ટાઈન ડેના દિવસે જ બસની ચોરી, પોલિસ થઇ દોડતી

લો બોલો ! અમદાવાદના કૃષ્ણનગર ST ડેપોમાંથી કોઈ આખે આખી બસ જ ઉઠાવી ગયુ, પોલીસે દોટ મૂકી

અમદાવાદ : કૃષ્ણનગર ડેપોમાંથી ST બસની ચોરી…તંત્ર થયું દોડતું, જાણો ક્યાંથી મળી બસ

અમદાવાદના કૃષ્ણનગર એસટી બસ ડેપોમાંથી બસ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતા થતા જ પોલીસ અને એસટી વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. જો કે, પોલીસ દ્વારા આ મામલે ટીમો બનાવી તપાસ શરૂ કરાઇ હતી અને બે કલાકની ભારે જહેમત બાદ આરોપીને બસ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

ST ડેપોમાંથી બસની ચોરી

જ્યારે એસટી બસી ચોરી થઇ હોવાના સમાચાર વાયુ વેગે ફેલાયા તો લોકોમાં એ કૂતુહલ સર્જાયું કે, આટલી મોટી બસ કોણ ચોરી ગયું હશે. જો કે, પોલીસે કેસની ગંભીરતા જોઇ અને તાત્કાલીક ટીમો બનાવી તપાસ શરૂ કરી, ત્યારે બે કલાકની દોડધામ બાદ આરોપી દહેગામ નજીકથી બસ સાથે મળી આવ્યો. આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ કરાઇ તો તે માનસિક અસ્થિર હોવાનું પ્રકાશમાં આવ્યું.

ઝાડ સાથે અથડાવતા બસના કાચ તૂટી ગયા

નરોડા પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તેની ઓળખ તુષાર ભટ્ટ તરીકે થઇ છે. આરોપી બસને મુખ્ય માર્ગ પર થઈ દહેગામના કનીપુર ગામની ભાગોળે આવેલ કબીર આશ્રમ પાસે લઈ ગયો હતો અને ત્યાં બસને ધડાકાભેર એક ઝાડ સાથે અથડાવતા બસના કાચ તૂટી ગયા હતા.

બ,ના ઝાડ સાથે અથડાતા અવાજને કારણે આસપાસના લોકો જાગી ગયા હતા અને બસચાલકને પૂછવા પર સંતોષકારક જવાબ ન મળતા સ્થાનિકો દ્વારા એસટી વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

Shah Jina