રાજકોટના જસદણમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી. જસદણના જંગવડ ગામના ધોરણ 5માં ભણતા 11 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયુ. માસૂમને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો, જે પછી તે ઢળી પડ્યો. પરિવારના સભ્યો તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઇ ગયા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ-5માં અભ્યાસ કરતો હેતાશ દવે હાર્ટ એટેકનો શિકાર બન્યો ને મોતને ભેટ્યો. હેતાશના મોતથી પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. જણાવી દઇએ કે,થોડા સમય પહેલા જ 11 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત થયાની ઘટના સામે આવી હતી, અમદાવાદની શાળામાં બાળકી અચાનક ઢળી પડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જો કે સારવાર મળે એ પહેલા જ બાળકીનું મોત નિપજયું હતુ.