મહાકુંભ નાસભાગમાં 35થી 40 લોકોના મોત, 70થી વધુ ઘાયલ

28 જાન્યુઆરીએ મધ્યરાત્રિએ પ્રયાગરાજ મહાકુંભ સંગમ કિનારે ભાગદોડ મચી ગઇ, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 35-40 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 70 થી વધુ લોકો ઘાયલ છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે એવું કહેવાય છે. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, સૃષ્ટિ મેડિકલ કોલેજમાં દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ રાખવામાં આવ્યા છે, જ્યાં 20 જેટલા મૃતદેહો હતા અને છેલ્લા મૃતદેહ પર 40 નંબર લખેલો હતો.

આ પહેલા 14 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા. આ પછી 8-10 એમ્બ્યુલન્સમાં કેટલાક વધુ મૃતદેહો લાવવામાં આવ્યા. આ સહિત લગભગ 20 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. પ્રયાગરાજના 8 પોઇન્ટ- ભદોહી, ચિત્રકૂટ, કૌશાંબી, ફતેહપુર, પ્રતાપગઢ, ઝૌનપુર, મિર્ઝાપુર બોર્ડરને બંધ કરી દેવામાં આવી છે. વહીવટીતંત્ર એ દુર્ઘટનાના 14 કલાક પછી પણ મૃત્યુ કે ઘાયલોની સંખ્યા વિશે કોઈ માહિતી આપી નથી.

પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે લોકોને ધીરજ રાખવાની અપીલ કરી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે VIP સંસ્કૃતિ અને સરકારના ગેરવહીવટને કારણે ભાગદોડ થઈ. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે મહાકુંભને સેનાને સોંપવો જોઈએ. જણાવી દઇએ કે, શહેરમાં હજુ પણ લગભગ 9 કરોડ ભક્તો હાજર છે.

Shah Jina