મહાકુંભ મેળામાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. સંગમ નગરીમાં લગભગ 8-10 કરોડ લોકો છે. સામાન્ય માણસનું સ્નાન ચાલુ છે. ભીડ ઓછી થયા પછી, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ થવાનું હતુ. બુધવારે વહેલી સવારે મહાકુંભ મેળામાં ભાગદોડ મચી ગઈ હતી. ભક્તો સંગમ કિનારે સ્નાન કરવા માટે એટલા ઉત્સુક હતા કે તેઓ બેરિકેડ્સ તોડી કૂદવા લાગ્યા હતા. આ કારણે અફરાતફરી મચી ગઇ અને નાસભાગમાં ઘણા લોકો ઘાયલ થયા.
હાલમાં સીએમ યોગીથી લઈને પીએમ મોદી સુધી બધાની નજર મહાકુંભ મેળા પર છે. સંગમ કિનારે ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે CRPF અને રેપિડ એક્શન ફોર્સની ટીમો સાથે મળીને જવાબદારી સંભાળી છે. હાલમાં તો વહીવટીતંત્ર એ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી દીધી છે. ભીડ ઘણી છે, છતાં સ્નાન હજુ પણ ચાલુ છે. અત્યારે સામાન્ય લોકો સ્નાન કરી રહ્યા છે. આ પછી સંતો અમૃત સ્નાન કરશે. હવે સંગમ નગરીમાં પરિસ્થિતિ સામાન્ય છે. પોલીસ સુરક્ષા વ્યવસ્થા કડક છે.
ભીડને નિયંત્રિત કરવા માટે ભીડ ડાયવર્ઝન યોજના અમલમાં મૂકવામાં આવી છે. સીએમ યોગી પોતે દરેક ક્ષણ પર નજર રાખી રહ્યા છે. પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં મૌની અમાવસ્યાના સ્નાન પહેલા એક મોટી દુર્ઘટના ઘટી, અમૃત સ્નાન પહેલા નાસભાગ મચી ગઇ, જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. જેમાં એ જોઈ શકાય છે કે લોકોને લોકોએ જ કેવી રીતે કચડી નાખ્યા. ભીડ બેકાબૂ થયેલી જોઇ શકાય છે, લોકો જોઈ શકતા નથી કે સામેની વ્યક્તિ પડી રહી છે.
આ દરમિયાન કેટલીક મહિલાઓ પણ એકબીજા પર પડતા જોઈ શકાય છે. જોકે કેટલાક તેમને ઉઠાવવાનો પ્રયાસ કર્યો પણ ભીડ સતત પાછળથી ધક્કો મારતી જોવા મળી રહી છે. નાસભાગને કારણે ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવા ડઝનબંધ એમ્બ્યુલન્સ દોડી રહી હતી. એક વીડિયો તો એવો પણ સામે આવ્યો જેમાં મુસાફર ટ્રેનનો દરવાજો તોડતો જોવા મળ્યો. જુઓ વીડિયો
View this post on Instagram