અમેરિકાથી પરત આવીને એકલવાયું જીવન જીવી રહેલી મહિલાએ 9 મહિનામાં 3 વાર કોરોનાને હરાવી હવે શરૂ કર્યું આ મોટું સેવાકાર્ય

હાલ કોરોનાની મહામારી દુનિયાભરની અંદર ફેલાઈ રહી છે. ત્યારે ઘણા લોકો મદદ માટે પણ આગળ આવતા આપણે જોયા છે. ત્યારે વડોદરા પાસે આવેલા કલાલીમાં રહેતી એક 33 વર્ષીય મહિલાએ માનવતાની નવી મિસાલ કાયમ કરી છે. માત્ર 9 મહિનામાં ત્રણ વાર કોરોનાનો શિકાર બન્યા બાદ પણ આ મહિલાએ લોકોને મદદ કરવા માટે એક મોટું સેવાકાર્ય શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 33 વર્ષીય નેહાબેન ત્રિવેદી જુલાઈ 2018માં અમેરિકાથી આવ્યા બાદ એકાકી જીવન જીવી રહ્યા છે. અને શહેરમાં એક કંપનીની અંદર સેલ્સમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગયા સપ્ટેમ્બર મહિનાની 20 તારીખે પુના ટુર દરમિયાન તેઓ કોરોના સંક્ર્મણનો શિકાર બન્યા હતા. જેના બાદ તેઓ 15 દિવસ હોમ ક્વોરેન્ટાઇન પણ થયા હતા.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીરત્યારબાદ ગત 15 માર્ચના રોજ બીજીવાર તેઓ દિલ્હીમાં કોરોના સંક્રમિત થયા બાદ 13 દિવસ સુધી 13 દિવસ સુધી ઘરે રહીને જ કોરોનાને હરાવ્યો હતો. પરંતુ કોરોના જાણે તેમનો પીછો ના છોડી રહ્યો હોય તેમ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ તેઓ ત્રીજીવાર કોરોના સંક્રમિત થયા. તેમને કોરોનાના હળવા લક્ષણો દેખાયા બાદ તેઓ ફરીથી ઘરમાં જ હોમમાં ક્વોરેન્ટાઇન થઈને કોરોનાને હરાવવામાં સફળ રહ્યા.

નેહા ત્રિવેદીનો 2 દિવસ પહેલા જ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને સેવાકીય કાર્ય કરવાની શરૂઆત કરવાનું નક્કી કર્યું. રવિવારના રોજ તેમને પોતાના સ્વાસ્થયમ ગ્રુપના સભ્યો સાથે મળી અને રણોલી ગુડ્સ શેડમાં 100 શ્રમજીવીને અનાજની કિટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત તમને ફિટનેસ ગ્રૂપ સ્વાસ્થ્યમને એક મહિનાથી માટે કાર્યરત કર્યું છે.

પ્રતિકાત્મક તસવીર

આ ઉમદા કાર્યમાં તેમની સાથે મૈત્રી પંડ્યા, અંકિત ચોરસિયા, ઉત્પલ રાઠોડ, પ્રેમલ પટેલ, ભાવિન જાની અને સુરુચિ મારવહા દ્વારા સ્વખર્ચે સ્કૂલ ફી અને અનાજ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. નેહાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે “હું યોગા અને ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર હોવાથી હોમ ક્વોરન્ટાઇનમાં યોગ-પ્રાણાયામ પણ કરતી હતી. (સાભાર: દિવ્ય ભાસ્કર)

Niraj Patel