ખબર

શું તમે પણ કેવડિયા કોલોની ફરવા જવાનું આયોજન બનાવી રહ્યો છો? કેટલો થશે ખર્ચ આખા કેવડિયા ફરવાનો? ખુબ જ કામની માહિતી

ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોય છે…જાણો કેવડિયામાં એક દિવસનો કેટલો ખર્ચ થશે?

આજે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમત્તે કેવડિયા કોલોનીમાં બનાવામમાં આવેલા અલગ અલગ પ્રોજેક્ટને આજે ખુલ્લા મુકવા જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રધાનમંત્રી મોદી આજે 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. ત્યારે જો તમે પણ કેવડિયા કોલોની ફરવા માટે જવાનું વિચારી રહ્યા છો. તો એકવાર તમારે પણ જાણી લેવું જોઈએ કે ત્યાં તમને એક વ્યક્તિ દીઠ કેટલો ખર્ચ થઈ શકે છે.

Image Source

આજે પ્રધાનમંત્રી મોદી સી-પ્લેન, ક્રૂઝ, રિવર રાફ્ટિંગ, એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડ, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, સહિતના અનેક પ્રકલ્પોનું લોકાપર્ણ કરવાના છે. તો આ સુવિધાનો લાભ લેવા માટે કેટલીક ફી પણ નક્કી કરવામાં આવી છે.

Image Source

કેવડિયા કોલોનીનું સૌથી મુખ્ય આકર્ષણ તરીકે આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની  એન્ટ્રી ફી પુખ્ત વયના લોકો માટે 150 રૂપિયા અને બાળકો માટે 90 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરીની ફી પુખ્ત વયના લોકો માટે 380 રૂપિયા અને બાળકો માટે 230 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Image Source

આ ઉપરાંત જંગલ સફારીમાં પુખ્ત વયના લોકો માટે 200 રૂપિયા અને બાળકો માટે 125 રૂપિયા, એકતા ક્રુઝમાં પુખ્ત વયના લોકો માટે 200 રૂપિયા અને બાળકો માટે 200 રૂપિયા, રિવર રાફ્ટિંગ પુખ્ત વયના લોકો માટે 1000 રૂપિયા અને બાળકો માટે 1000 રૂપિયા રાખવામાં આવી છે.

Image Source

કેવડિયા કોલોનીમાં બીજા આકર્ષણ એવા બટર ફ્લાય ગાર્ડન માટે 60-40, કેટ્સ ગાર્ડન માટે 60-40, એકતા નર્સરી માટે 30-20, વિશ્વ વન માટે 30-20, આરોગ્ય વન માટે 30-20, ગોલ્ફ કોર્ટ માટે 50-50 રૂપિયા પુખ્ય વયના લોકો અને બાળકો માટે રાખવામાં આવ્યા છે.

Image Source

તો ઇકો બસ માટે પુખ્ત વયના લોકોને 300 રૂપિયા અને બાળકો માટે 250 રૂપિયા, તેમજ સરદાર સરોવર બોટિંગ માટે બાળકો અને પુખ્ત વયના લોકો માટે સરખા જ ભાવ 290 રૂપિયા રાખ્યા છે જયારે ચિલ્ડ્ર્ન પાર્કની એન્ટ્રી ફી પુખ્ત વયના લોકો માટે 200 રૂપિયા અને બાળકો માટે 125 રૂપિયા રાખવામાં આવી છે.

Image Source

આમ સમગ્ર કેવડિયા કોલોની તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો પુખ્ય વયના વ્યક્તિનો માથાદીઠ ખર્ચ 2980 રૂપિયા અને પ્રતિ બાળક દીઠ 2500 રૂપિયા ખર્ચ આવી શકે છે. આ ઉપરાંત જો તમે ત્યાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો રોકાણની અલગ અલગ વ્યવસ્થા માટે અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

Image Source

જો તમે અમદાવાથી કેવડિયા કોલોની જવાનું વિચારી રહ્યા છો તો હવે સી-પ્લેની પણ શરૂઆત થવા જઈ રહી છે. જેનો ટિકિટ દર એક તરફી 1500 અને બંને તરફી મુસાફરી માટે 3000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.