સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા પહેલા આ નવો નિયમ જાણી લો, નહી તો ધક્કો થશે

ચાઈનામાં કોરોનાનો નવો વેરિયંટ આવતા જ કેસમાં અચાનક વધારો થયો છે તેના લીધે ત્યાં 24 ડિસેમ્બરે સરહદ સીલ કરવાનું શરૂ કર્યું હતું, પણ હવે સરકારે 8 જાન્યુઆરીથી બોર્ડર ખોલવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અહીં એક દિવસમાં કોરોનાના 10 લાખ નવા કેસ મળી રહ્યા છે.

આની ઇફેક્ટ આપણા દેશમાં પણ દેખાઈ રહી છે. હવે ગુજરાત સરકારમાં કોરોના વાયરસ વકરે નહીં તે માટે એક ગાઇડલાઇન આવી છે. હવે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે જેમાં લાખો ગુજરાતીઓ રજાઓમાં ફરવાનાં મૂડમાં છે અને બુકીંગ પણ કરાવી લીધું હશે.

ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ કોરોના માટેની એક ગાઇડલાઇન આપી દેવામાં આવી છે. આજથી એટલે 27મી ડિસેમ્બરથી કોરોના સંકટને પગલે નિયમ સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. માસ્ક વગર કોઇપણ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં નહીં આવે.

કેટલાક એક્સપર્ટ દાવો કરી રહ્યા છે કે નવા પ્રકાર કોવીડ મ્યૂટેશનમાં મદદ કરી શકે છે, જેથી એ વધુ જોખમી બની શકે છે. જો વાઇરસનું મ્યૂટેશન થાય તો એનાથી પણ વધુ વિનાશ થઈ શકે છે. worldometer વેબસાઈટ પ્રમાણે દુનિયામાં અત્યારસુધીમાં 66 કરોડ 21 લાખ 50 હજાર 064 કેસ સામે આવ્યા છે.

11 જાન્યુઆરી 2020ના રોજ વુહાનમાં 61 વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આખી દુનિયામાં કોરોનાને લીધે આ પ્રથમ મૃત્યુ હતું. આ પછી મૃત્યુની પ્રક્રિયા વધવા લાગી. અત્યારસુધીમાં 66 લાખ 87 હજાર 211 લોકોનાં મોત થયાં છે.

YC