ફાઇનલ જોવા ના મળેલા વર્લ્ડકપ વિજેતા પૂર્વ કપ્તાન કપિલે દેવે કહ્યું, “મને બોલાવ્યો નહોતો, એટલે હું ગયો નહીં !” મચી ગયો ખળભળાટ

1983ના વર્લ્ડકપ વિજેતા ટીમના કપ્તાન કપિલ દેવને અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં કેમ ના બોલાવ્યા ? કપિલ દેવે આપ્યું ચોંકાવનારું નિવેદન… જુઓ

Statement by Kapil Dev : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ યોજાઈ. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું અને છઠ્ઠી વાર વિશ્વ વિજેતાનો ખિતાબ જીત્યો. ત્યારે આ મેચ જોવા માટે દેશ અને દુનિયામાંથી મોટા મોટા સેલેબ્સ પણ આવ્યા હતા. રાજકારણથી લઈને બૉલીવુડ અને ક્રિકેટ જગતના ઘણા સેલેબ્સ કાલે મોદી સ્ટેડિયમમાં નજર આવ્યા, ત્યારે આ દરમિયાન 1983માં ભારતને વર્લ્ડકપ જીતાડનારા કપ્તાન કપિલ દેવ નજર નહોતા આવ્યા.

કપિલે દેવના જોવા મળ્યા ફાઇનલમાં :

જ્યારે પત્રકારોએ કપિલ દેવને પૂછ્યું કે તમે મેચ જોવા કેમ નથી ગયા તો તેમણે કહ્યું કે તેમને આમંત્રણ મળ્યું નથી. ફરિયાદના સ્વરમાં આટલું બોલ્યા વિના તેમણે કહ્યું કે કદાચ તેમની પાસે ઘણું કામ છે અને ઘણીવાર તે આમંત્રણ આપવાનું ચૂકી જાય છે. કપિલ દેવે ગતરોજ એક ટીવી ચેનલ પર વાતચીત દરમિયાન આ વાત કહી હતી. જેની ચર્ચા હાલ દેશભરમાં થઇ રહી છે.

મને નથી બોલાવ્યો એમ કહ્યું કપિલ દેવે :

જ્યારે કપિલ દેવને પૂછવામાં આવ્યું કે તેઓ અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં કેમ ન ગયા તો તેમણે કહ્યું, “તમે મને બોલાવ્યો, હું અહીં આવ્યો, તેમને મને ના બોલાવ્યો, હું ના ગયો ! હું તો ઈચ્છતો હતો કે મારી આખી 1983ની ટીમને બોલાવતા તો વધારે સારું હતું. પરંતુ આટલું કામ ચાલે છે, આટલા લોકો છે. આટલી જવાબદારીઓ છે તો ક્યારેક ક્યારેક લોકો ભૂલી પણ જાય.”

ભારતની થઇ હાર :

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને વર્લ્ડ કપ 2023 જીત્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી અને ભારત તરફથી બેટિંગમાં કોઈ ખાસ કરિશ્મા નહોતો. સમગ્ર ભારતીય ટીમ 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતવા માટે 241 રનની જરૂર હતી. જે તેણે શરૂઆતના આંચકાઓ બાદ 43 ઓવરમાં 6 વિકેટ બાકી રહીને હાંસલ કરી હતી.

Niraj Patel