નોકરી કરવી ન ગમતી હોય તો ફક્ત 1 લાખમાં શરૂ કરો આ બિઝેનસ, મહિને થશે 30 હજારની કમાણી

આ બિઝનેસ શરૂ કરવા સરકાર પણ આપશે પૈસા, જાણો સમગ્ર પ્રોસેસ

ઓછુ ભણેલા લોકો પણ આ ધંધાથી કરી શકે છે સારી કમાણી, એવા ઘણા વ્યવસાયો છે જે ઓછા રોકાણથી શરૂ કરી શકાય છે અને તમે ઘણા પૈસા કમાઈ શકો છો. જો તમારી પાસે 1 લાખ રૂપિયા છે અને તમે તમારા પોતાના શહેરમાં રહીને તેના દ્વારા કોઈ વ્યવસાય કરવા માંગો છો, તો સરકાર આમાં તમારી મદદ કરી શકે છે. તમે 1 લાખ રૂપિયાના રોકાણ દ્વારા દર મહિને 30 હજાર રૂપિયાથી વધુ કમાઈ શકો છો.

મુદ્રા યોજના દ્વારા સરકાર તમને મદદ કરશે. સરકારે મુદ્રા યોજના હેઠળ વિવિધ પ્રકારના વ્યવસાયો માટે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યા છે. આમાં એક એવો પ્રોજેક્ટ છે, જેમાં તમારે તમારી પાસેથી માત્ર 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જાણો શું છે આ પ્રોજેક્ટ અને તમે કેવી રીતે લાભ લઈ શકો છો.

આ વ્યવસાય શરૂ કરો : મુદ્રા યોજના હેઠળ તૈયાર કરાયેલા પ્રોજેક્ટ રિપોર્ટમાં એક બિઝનેસ મેટલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન એકમ છે. આમાં, કટલરીમાંથી હાથના સાધનો અને ખેતીમાં વપરાતા કેટલાક સાધનો પણ બનાવી શકાય છે. દરેક ઘરમાં કટલરીની માંગ છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી પ્રોડક્ટનું વધુ સારી રીતે માર્કેટિંગ કરી શકો છો, તો બિઝનેસને આગળ વધારી શકાય છે. ખાસ વાત એ છે કે પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર આ બિઝનેસ શરૂ કરવા માટે લગભગ 3.30 લાખ રૂપિયાનો ખર્ચ થશે. પરંતુ જો તમે તે કરવા માંગો છો, તો સરકાર સરળ હપ્તા પર 2.16 લાખ રૂપિયાની મદદ કરશે.

મેન્યૂફેક્ચરિંગ એકમનો ખર્ચ

  • સેટઅપ પર ખર્ચઃ રૂ. 1.80 લાખ
  • આ મશીનરીમાં વેલ્ડીંગ સેટ, બફીંગ મોટર, ડ્રીલીંગ મશીન, બેંચ ગ્રાઇન્ડર, હેન્ડ ડ્રીલીંગ, હેન્ડ ગ્રાઇન્ડર, બેંચ, પેનલ બોર્ડ અને અન્ય સાધનો આવશે.
  • કાચો માલ ખર્ચઃ રૂ. 1,20,000 (2 મહિના માટે કાચો માલ)
  • દર મહિને 40 હજાર કટલરી, 20 હજાર હાથના સાધનો અને 20 હજાર કૃષિ ઓજારો કાચો માલ તૈયાર કરી શકાય છે.
  • પગાર અને અન્ય ખર્ચઃ 30 હજાર રૂપિયા પ્રતિ માસ
  • કુલ ખર્ચઃ રૂ. 3.3 લાખ

તેમાંથી માત્ર 1.14 લાખ રૂપિયા જ પોતાની પાસેથી બતાવવાના રહેશે. બાકીના ખર્ચમાં સરકાર લગભગ રૂ. 1.26 લાખની ટર્મ લોન અને રૂ. 90 હજારની વર્કિંગ કેપિટલ લોન આપીને મદદ કરશે.

કેવી રીતે કરશો કમાણી : પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, ઉપરોક્ત અંદાજમાં તૈયાર કરવામાં આવનાર પ્રોડક્ટ દ્વારા માસિક રૂ. 1.30 લાખના વેચાણનો અંદાજ છે. જ્યારે તેના પર ઉત્પાદન ખર્ચ 91,833 રૂપિયા આવશે. એટલે કે ગ્રોસ પ્રોફિટ 18,167 રૂપિયાની આસપાસ રહેશે. જેમાં દર મહિને 13 ટકા લોનના વ્યાજ દર મુજબ 2,340 રૂપિયા જમા કરાવવાના રહેશે. જ્યારે ઈન્સેટિવ ખર્ચ 1 ટકાના દરે લગભગ રૂ. 1,100 થશે. એટલે કે દર મહિને ચોખ્ખો નફો 27-35 હજાર રૂપિયા થશે.

YC