“સલમાત સવારી ST અમારી, અંદર બેઠા પછી જવાબદારી કોની ?” વિસાવદરમાં S.T. બસ સ્કૂટરને કચડીને સીધી દુકાનમાં જ ઘુસી

રોડ ઉપર અવાર નવાર અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. તો ઘણીવાર કેટલાક અકસ્માતમાં લોકો ઘાયલ પણ થતા હોય છે. તો ઘણીવાર અકસ્માતમાં કોઈ જાનહાની નથી થતી પરંતુ માલ સામાનને ઘણું નુકશાન પણ થતું હોય છે. હાલ એવા જ એક અકસ્માતની ઘટના વિસાવદરમાંથી સામે આવી છે, જ્યાં એક બસની બ્રેક ફેઈલ થઇ જતા તેને સ્કૂટરને કચડી નાખ્યું હતું અને દુકાનમાં ઘુસી ગઈ હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મોણપરી-રાજકોટ રૂટની બસ જયારે વિસાવદરના જુના બસ સ્ટેળનમાં પહોંચી ત્યારે બસની બ્રેક ફેલ થઇ જવાના કારણે બસ રીવર્સમાં દોડવા લાગી હતી અને બસ સ્ટેન્ડ પાસે જ એક ટુ વ્હિલરને કચડીને બસ સીધી જ એક દુકાનમાં ઘુસી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નહોતી, પરંતુ સ્કૂટર અને દુકાનને ઘણું જ નુકશાન થયું છે.

આ ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના થોડા દિવસ પહેલા બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં મોણપરી-રાજકોટ રૂટની એસટી બસ નંબર GJ-18 Z 4473ની બ્રેક ફેઈલ થઇ જવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે. અકસ્માતમાં બસ ફરસાણની દુકાનમાં ઘુસી ગઈ હતી. જેના કારણે દુકાનમાં દિવાલ, દુકાનમાં રહેલ માલ સહિતની અનેક વસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું.

આ ઉપરાંત બાજુની દુકાનમાં ટેલરિંગનું કામ કરી રહેલ વ્યક્તિના એક્ટિવાને પણ ભારે નુકશાન પહોંચ્યું હતું. આ એસટી બસ નગરપાલિકા તરફથી ઢાળમાં નીચે આવતા સમયે બ્રેક ફેઈલ થઇ ગઈ હતી, લોકોએ બસને ઉભી રાખવાનો પણ પર્યટન કર્યો પરંતુ ના ઉભી રહેતા ડ્રાઈવરે ચાલાકી વાપરી બસને દુકાનમાં ઘૂસેડી દીધી હતી, જેના કારણે મોટી આફત તળી હતી.

Niraj Patel