છૂટ્યો જનમ જનમનો સાથ… હિરોઈનના હજુ તો એક વર્ષ પહેલા જ થયા હતા લગ્ન, પતિનું મૃત્યુ, જાણો મોતનું કારણ
Sruthi Shanmuga Priya’s husband Arvind Shekar dies : મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવતી રહે છે અને તે સાંભળીને ચાહકોને પણ ઘેરો આઘાત લાગતો હોય છે, ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો અને તેમના કેટલાક સ્વજનોએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ત્યારે હાલ ખબર સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી આવી રહી છે. દક્ષિણ અભિનેત્રી શ્રુતિ ષણમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખરનું નિધન થયું છે. અભિનેત્રીએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને માહિતી આપી છે. અભિનેત્રીની પોસ્ટ પર સેલેબ્સથી લઈને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.
તાજેતરમાં જ ઉજવી લગ્નની વર્ષગાંઠ :
દુઃખની વાત એ છે કે શ્રુતિ ષણમુગા પ્રિયા અને તેના પતિ અરવિંદ શેખરે તાજેતરમાં જ તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠ ઉજવી. બંને સ્ટાર્સે ગયા વર્ષે 27 મેના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ પૂર્ણ થવા પર, અભિનેત્રીએ તેના પતિ સાથેના લગ્નની તસવીર શેર કરી અને પ્રથમ વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી. ટીવી સિરિયલ સ્ટાર શ્રુતિ ષણમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખર પણ જાણીતા સ્ટાર હતા. શ્રુતિ ષણમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખરે લગ્નના 1 વર્ષ પછી જ આ દુનિયાને અલવિદા કહી દીધું.
આ કારણે થયું નિધન :
મળતી માહિતી મુજબ, અભિનેત્રી શ્રુતિ ષણમુગા પ્રિયાના પતિ અરવિંદ શેખરનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમના આકસ્મિક અવસાનથી તમિલ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. અભિનેત્રી શ્રુતિ ષણમુગા પ્રિયાએ તેના પતિના મૃત્યુ પછી ઇન્સ્ટાગ્રામ પર પ્રથમ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ તેના પતિ સાથેની એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી અને લખ્યું, ‘આ ફક્ત શરીર જ અલગ થઈ ગયું છે. પરંતુ તમારી ભાવના અને વિચારો હંમેશા મારી સાથે રહેશે અને હંમેશા મારી રક્ષા કરશે.
પતિને કર્યો યાદ :
તેને આગળ લખ્યું છે કે “રેસ્ટ ઈન પીસ.મારા પ્રેમ અરવિંદ શેખર… તમારા માટેનો મારો પ્રેમ હજુ પણ વધી ગયો છે. અમે પહેલેથી જ એકબીજા સાથે ઘણી બધી યાદો ભેગી કરી છે જે હું મારા બાકીના જીવન માટે જાળવીશ. અરવિંદ તને ખૂબ યાદ કરું છું અને તને પહેલા કરતા વધુ પ્રેમ કરું છું. હું તમને હંમેશા મારી નજીક અનુભવું છું.” ત્યારે આ પોસ્ટ પર ઘણા સેલેબ્સ સાથે ચાહકો પણ દુઃખ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram