ટ્રોલ થયા કિંગ ખાન અને જોની લિવર: અંતિમ સંસ્કારમાં આ શું હીરોગીરી કરી રહ્યા છે? જુઓ PHOTOS
બોલિવુડના પહેલા સુપરસ્ટાર અને ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું કાલે સવારે નિધન થયુ હતુ, તેઓએ મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં છેલ્લાા શ્વાસ લીધા હતા. દિલીપ કુમારના અંતિમ દર્શન માટે બોલિવુડ સ્ટાર્સ સહિત નેતા પણ સામેલ થયા હતા. શાહરૂખ ખાન, રણબીર કપૂરથી લઇને મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે પણ સામેલ થયા હતા.
દિલીપ કુમારના અંતિમ દર્શન કરવા માટે પહોંચેલા બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન ઘણા સમય સુધી સાયરા બાનો સાથે જોવા મળ્યા હતા. તેઓ સાયરા બાનોને સાંત્વના આપતા જોવા મળી રહ્યા હતા.
ચાહકોએ શાહરૂખ ખાનના આ અંદાજની પ્રશંસા કરી હતી પરંતુ કેટલાક યુઝર્સે તેમને અંતિમ દર્શન કરવા સનગ્લાસેસ લગાવીને આવવા પર ટ્રોલ કરી લીધા. તેઓ આ દરમિયાન વ્હાઇટ ટી શર્ટ અને જીન્સમાં જોવા મળ્યા હતા, તેઓ જલ્દી જલ્દીમાં તેમના આઇડલના ઘરે પહોંચ્યા હતા.
કેટલાક ઇન્ટરનેટ યુઝર્સે કિંગ ખાનનો બચાવ કર્યો અને જેવી રીતે તેઓ સાયરા બાનોને હિંમત અને હોંસલો આપી રહ્યા હતા તેની પ્રશંસા કરી. ઘરની અંદર સનગ્લાસેસ પહેરીને બેઠેલા શાહરૂખ ખાનને જોઇને એક યુઝરે લખ્યુ કે, અંતિમ સંસ્કારમાં સનગ્લાસેસ પહેરીને ? બોલિવુડ ફેક છે.
ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, માસ્ક પહેરવું જોઇએ, તે નથી પહેર્યુ, શેડ્સ પહેર્યા છે અને તે પણ ઘરની અંદર, આ લોકો સાયન્સથી પરે છે. એકે ટ્રોલ કરતા કહ્યુ કે, સાંત્વના આપવા આવ્યા છે કે પાર્ટીમાં ? સનગ્લાસેસ પણ ના હટાવ્યા.
જયાં એક બાજુ લોકો શાહરૂખ ખાનને ટ્રોલ કરી રહ્યા હતા ત્યા બીજી બાજુ કેટલાક લોકો તેમના સમર્થનમાં પણ આવ્યા. એક યુઝરે શાહરૂખ ખાનનો સપોર્ટ કરતા લખ્યુ કે, અંતિમ સંસ્કારમાં કોણ કેવું જોવા મળી રહ્યુ છે તે મહત્વનું નથી. હોઇ શકે છે કે તે કોઇ શુટિંગથી આવ્યા હોય અને ઘરથી દૂર હોય.
તમને જણાવી દઇએ કે, બોલિવુડના કોહીનૂરના અંતિમ દર્શન માટે જોની લિવર પણ પહોંચ્યા હતા. તેમને પણ બાકી સેલેબ્સની જેેમ કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો તેજી સાથે વાયરલ થઇ રહ્યો છે. જેને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે અને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.
જોની લિવર અંતિમ દર્શન માટે આવ્યા ત્યારે તેઓ હસતા મોઢે કેમેરા સામે જોઇ હાથને વેવ કરી રહ્યા હતા. બસ લોકોએ આ જ વાત નોટિસ કરી લીધી અને તેમને ખરી ખોટી સંભળાવવા લાગી ગયા.
View this post on Instagram