જા બેટા …જી લે અપની જિંદગી- 24 વર્ષ પહેલા કિંગ ખાને કહેલી વાતો સાચી પડી…મારો દીકરો સુખ, સ્મોક…

નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોએ મુંબઇમાં સમુદ્રમાં ક્રૂઝ પર થઇ રહેલી હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી પર છાપેમારી કરી હતી. આ છાપેમારીમાં શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન પણ સામેલ થયો હતો. તે બાદ તેને હિરાસતમાં લેવામાં આવ્યો હતો. ગઇકાલે કોર્ટે આર્યન ખાન સહિત ત્રણ લોકોને એક દિવસની એટલે કે ઓક્ટોબર સુધી  NCB કસ્ટડીમાં મોકલ્યા છે. ત્યાં જ સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં તે કહી રહ્યા છે કે આર્યન ડગ લઇ શકે છે અને છોકરીઓ પાછળ પણ જઇ શકે છે.

જણાવી દઇએ કે, વર્ષ 1997માં આર્યન ખાનના જન્મ બાદ શાહરૂખ ખાન અને ગૌરી ખાન સિમી અગ્રવાલના શો Rendezvous With Simi Garewal માં સામેલ થયા હતા. શોની હોસ્ટ સિમી અગ્રવાલે શાહરૂખ ખાનને પૂછ્યુ હતુ કે તેઓ આર્યનનું પાલન પોષણ કેવી રીતે કરશે. તેના જવાબમાં તેમણે મજાકિયા અંદાજમાં કહ્યુ હતુ કે જયારે આર્યન ત્રણ-ચાર વર્ષનો થઇ જશે તો હું તેને કહીશ કે તે છોકરીઓની પાછળ ભાગી શકે છે.

તેમણે વધુમાં કહ્યુ હતુ કે, તે ડગ લઇ શકે છે. સુખ માણી શકે છે. જો આ બધુ એ જલ્દી શરૂ કરશે તો સારુ હશે. આગળ શાહરૂખ ખાને કહ્યુ કે, આર્યન એક બગડેલો છોકરો હશો પરંતુ જો તે સારો નીકળ્યો તો તે તેને ઘરથી બહાર નીકાળી દેશે. શાહરૂખ ખાન એ પણ કહે છે કે આર્યન જયારે ઘરની બહાર જશે તો હું ઇચ્છીશ કે મારી સાથે કામ કરનાર લોકો જેની દીકરીઓ છે તે આવીને મારી પાસે ફરિયાદ કરે.

શાહરૂખ ખાને ભલે આ વાત મજાકમાં કહી હોય પરંતુ હવે આ પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. રેવ પાર્ટી પર NCBના ચીફ એસએન પ્રધાને કહ્યુ હતુ કે, કેટલાક મોટા લોકો આમાં સામેલ છે. અમે તપાસ કરી રહ્યા છે. ડગ કયાંથી આવ્યુ તેની તપાસ કરવામાં આવી રહી છે. કોઇ પણ દોષીને છોડવામાં નહિ આવે.

Shah Jina