દિયરો જોડે રંગરેલિયા મનાવાનું કહ્યું સાસુમા એ પછી જે થયું
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. જે બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ કિસ્સામાં બન્યુ એવું કે દિયરે તેની ગર્ભવતી ભાભીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલિસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. શ્રીગંગાનગરના રવિદાસ નગરમાં એક ગર્ભવતી મહિલાને ગોળી વાગવાથી તેની મોત થઇ ગઇ હતી. આ મામલે મૃતક મહિલાના પિયરવાળાએ તેના સાસરાવાળા પર આરોપ લગાવ્યા છે. તેઓએ કહ્યુ કે, તેના દિયરે જ ગોળી મારીને મહિલાની હત્યા કરી દીધી છે. જયારે ઘટના સ્થળ પર પોલિસ પહોંચી તો ત્યાં સુધી આરોપી ફરાર થઇ ચૂક્યા હતા.
મૃતક મહિલા પલ્લવી છાબડાના પિયરવાળાનું કહેવુ છે કે, તેના 8-9 મહિના પહેલા જ 17 મે 2020ના રોજ રવિદાસ નગરના અંશુલ છાબડા સાથે લગ્ન થયા હતા. તે 5 મહિનાની ગર્ભવતી પણ હતી. આ ઘટના રવિવારની છે અને લગભગ 9:40ની જણાવવામાં આવે છે પરંતુ પરિવારને આ વાતની જાણકારી લગભગ 11 વાગ્યાની આસપાસ મળી હતી.
શરૂઆતની તપાસમાં સામે આવ્યુ છે કે, આ ઘટનાને અંજામ જયારે આપવામાં આવ્યો ત્યારે ત્યારે દિયર સાથે સાથે સાસુ પણ હાજર હતી અને સાસ અને વહુ વચ્ચે કોઇ વાતને લઇને ચર્ચા પણ થઇ હતી. જેને લઇને દિયરને ગુસ્સો આવ્યો અને તેણે પલ્લવીની છાતીમાં ગોળી મારી દીધી.

પોલિસનું કહેવુ છે કે, મૃતકના પિતાએ વોર્ડ નંબર 26 અનુપગઢ દ્વારા જવાહરનગર પોલિસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે. પરંતુ કેસ મહિલાનો હોવાને કારણે આ કેસ મહિલા પોલિસ સ્ટેશનમાં દાખલ થયો છે.
દૈનિક ભાસ્કરના રીપોર્ટ અનુસાર, મૃતકના પિતાએ પોલિસને ઘણી જાણકારીઓ આપી છે. પલ્લવીના પિતાએ જણાવ્યુ કે, તેમણે તેમની દીકરીને તેમની સ્થિતિ પ્રમાણે દહેજ આપ્યુ હતુ. પરંતુ લગ્નના કેટલાક દિવસો બાદ પલ્લવીના સસરાનું નિધન થઇ ગયુ હતુ. પરિવારવાળાએ તેમની દીકરીને અપશકુની કહીને તેના પર ઝુલમ કરવાનું શરૂ કરી દીધુ હતુ.

ત્યાર બાદ પલ્લવીની સાસુથી લઇને દિયર સુધી તેની સાથે મારપીટ કરતા હતા. આટલું જ નહિ પરંતુ પલ્લવીની સાસુ તેના દિયર સાથે શારરીક સંબંધ બનાવવા પણ દબાણ કરતી હતી.