કિંજલ દવે, અલ્પા પટેલ, ગીતા રબારી સહિત ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કલાકારોએ કર્યું એવું ઉમદા કામ કે…આખો દેશ કરશે તેના માટે સલામ… જુઓ તસવીરો

ગુજરાતી કલાકારોની અનોખી પહેલ…. સાયન્સ સીટી ખાતે 5000 વિદ્યાર્થીઓને કરી આ અપીલ… જુઓ

આજે આખા દેશમાં નશાનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. ત્યારે 75 ટકા પરિવારમાં કોઈ એક વ્યક્તિ તો એવું મળી જ જશે જે નશાની લતમાં સંડોવાયેલું હશે. ત્યારે નશાને નાબુદ કરવા અને આખો દેશ નશા મુક્ત બને તે માટે થઈને ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટી દ્વારા સાયન્સ સીટી ખાતે “ડ્રગ ફ્રી ઇન્ડિયા” કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી શ્રી રવિશંકર મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના મોટાભાગના કલાકારો પણ જોડાયા હતા જેમને આજની યુવાપેઢી પોતાના આઇકોન માને છે. તેમને પણ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા માટે ખાસ સંદેશ પણ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં 5000 કરતા વધારે વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. સાથે જ કાર્યક્રમનું સંબોધન કરતા શ્રી શ્રી રવિશંકર મહારાજે જણાવ્યું હતું કે, “દેશમાં તમામ યુવાનોને ડ્રગથી બચાવવા છે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ડ્રગ ફ્રી ઇન્ડિયા જરૂરી છે.”

આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે “જ્યારે સ્ટ્રેસની માત્રા ખૂબ વધી જાય છે, ત્યારે આ અત્યાધિક સ્ટ્રેસથી મુક્ત થવા વ્યક્તિ નશાકીય પ્રવૃત્તિ તરફ વળે છે. પરંતુ જ્યારે તેમને યોગ, પ્રાણાયામ અને ધ્યાનનાં માધ્યમ દ્વારા સ્ટ્રેસ દૂર કરવાનું શિક્ષણ પ્રાપ્ત થાય છે ત્યારે જીવન પ્રત્યેનો તેમનો અભિગમ બદલાઈ જાય છે”

આ ક્રાયક્રમમાં બૉલીવુડ અભિનેતા મનોજ જોશી, ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર, હિતુ કનોડિયા, અભિનેત્રી મોનલ ગજ્જર, ગાયિકા કિંજલ દવે, ગીતાબેન રબારી, ભક્તિ કુબાવત, અલ્પા પટેલ, જીગરદાન ગઢવી, આદિત્ય રાજ ગઢવી, RJ દિપાલી, RJ સિદ,  ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી, સાઈરામ દવે, ઓસમાન મીર જેવા ઘણા બધા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યુવાનોને નશાથી દૂર રહેવા માટે જાગૃત પણ કર્યા હતા.

આ પ્રસંગે બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સંજય દત્તે પણ એક વીડિયો મેસેજ દ્વારા લોકોને જાગૃતિ માટે એક સંદેશ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “ડ્રગ્સને ના કહો. તમારો મિત્ર આવીને કહે તો પણ દ્રઢતાપૂર્વક ના કહો. દોસ્ત કહેશે કે બધા લે છે, તું પણ લે, તેને સ્પષ્ટ ના કહો. તે કહેશે એક વારમાં શું થાય? તેને સ્પષ્ટ ના કહો. હું જાણું છું કે એકવારમાં જ આદત લાગે છે.”

બોલિવુડ અભિનેતા મનોજ જોશીએ પણ પોતાના સંબોધનમાં જણાવ્યું કે “આજે ભારત પાસે સૌથી વધુ માત્રામાં યુવા ધન છે અને એટલે જ તેને નિર્બળ બનાવવા આ દૂષણ વધુને વધુ ફેલાવાઈ રહ્યું છે.” આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને મંત્ર આપ્યો કે “ચલો, ભારત કો વિકસિત બનાયે, નશે કો પૂરે દેશ સે ભગાયે!”

Niraj Patel