ફેમસ એક્ટ્રેસ શ્રીજીતા ડે હાલમાં માઈકલ બ્લોહમ-પેપ સાથે તેના લગ્નજીવનનો આનંદ માણી રહી છે. લવબર્ડ્સે 1 જુલાઈ, 2023ના રોજ જર્મનીમાં ક્રિશ્ચન લગ્ન કર્યા હતા. આ પહેલા તેઓએ 30 જૂન 2023ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. હવે લગ્નના લગભગ 8 મહિના બાદ એટલે કે 26 માર્ચ 2024ના રોજ શ્રીજીતા અને તેના પતિ માઈકલે કોલકાતામાં રિસેપ્શનનું આયોજન કર્યું.
અભિનેત્રીએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર આ રિસેપ્શનની સુંદર તસવીરો પણ શેર કરી છે. રિસેપ્શન લુકની વાત કરીએ તો, શ્રીજીતા ડે રેડ એમ્બેલિશ્ડ લહેંગા-ચોલીમાં સુંદર લાગી રહી હતી. જ્યારે માઇકલે રેડ શર્ટ સાથે બ્લેક ટક્સીડો પસંદ કર્યો હતો. તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું- ‘દિલોનું મિલન, પ્રેમનો જશ્ન અને જીવનભરની યાદો.’
શ્રીજીતાએ જર્મનીમાં માઈકલ સાથેના લગ્ન વિશે ખુલાસો કરતા કહ્યુ હતું કે- તેમના લગ્નની દરેક ક્ષણ સંપૂર્ણપણે જાદુઈ હતી, પરંતુ તે થોડી નર્વસ અનુભવી રહી હતી. માત્ર શ્રીજીતા જ નહીં પરંતુ તેના કહેવા પ્રમાણે માઈકલ પણ લગ્નના દિવસ પહેલા સંપૂર્ણપણે ચિંતિત હતો. તેમ છતાં તેઓ તેમના લગ્નના દિવસનો સંપૂર્ણ આનંદ માણી શક્યા.
શ્રીજિતા અને માઇકલ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, બિગબોસ 16ના ફેમીલી સ્પેશિયલ એપિસોડમાં માઇકલે ઘરમાં દસ્તક દીધી હતી. આ પહેલીવાર હતુ જ્યારે નેશનલ ટેલિવિઝન પર એકટ્રેસના ચાહકોએ બંનેને સાથે જોયા હતા. જણાવી દઇએ કે, માઇકલની હાઇટ 6 ફૂટ 4 ઇંચ છે જ્યારે શ્રીજીતાની હાઇટ 5 ફૂટ 4 ઇંચ છે.
શ્રીજીતાના ક્રિશ્ચન લગ્નની વાત કરીએ તો તેણે ટ્રેડિશનલ વ્હાઇટ ગાઉન પસેદ કર્યુ હતુ. ટ્રમ્પેટ સ્ટાઇલના આ ગાઉનને નીચેથી ફ્લોરલેંથ સુધી રાખવામાં આવ્યુ હતુ, જે તેને ગોર્જિયસ લુક આપી રહ્યો હતો. ત્યાં માઇકલે બ્લેક ટક્સીડો પસંદ કર્યો હતો, જેમાં તે હેન્ડસમ લાગી રહ્યો હતો.
View this post on Instagram