BREAKING: આ રાજ્યના લોકોને મળશે Sputnik V વેક્સીન

દિલ્લીમાં સતત ચાલી રહેલ વેક્સિનની કમીને લઇને આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એકવાર ફરી કેંદ્ર સરકારને કોસી છે. આ સાથે તેમણે એક મોટી જાણકારી આપી કે Sputnik V ના નિર્માતા દિલ્લીને વેક્સિન સપ્લાય કરવા તૈયાર થઇ ગયા છે.

કેજરીવાલે બુધવારે કહ્યુ કે, Sputnik V ના નિર્માતા દિલ્લીને આ રૂસી કોવિડ નિરોધી વેક્સિનની આપૂર્તિ કરવા માટે રાજી થઇ ગયા છે પરંતુ વેક્સિનના કેટલા ડોઝ મળશે તે હજી સુધી નક્કી નથી. કેજરીવાલે એ પણ જણાવ્યુ કે, દિલ્લીમાં બ્લેક ફંગસના લગભગ 620 કેસ છે અને તેની સારવારમાં ઉપયોગ થનાર એમ્ફોટેરિસિન-બી ઇંજેક્શનની અહિં અછત છે.

મુખ્યમંત્રીએ સંવાદદાતાઓને કહ્યુ, Sputnik V ના નિર્માતા સાથે વાતચીત ચાલી રહી છે પરંતુ વેક્સિનના કેટલા ડોઝ મળશે એ વિશે હજુ કંઇ નક્કી નથી. અમારા અધિકારીઓ અને વેક્સિન ઉત્પાદકોના પ્રતિનિધિઓ વચ્ચે મંગળવારે પણ મુલાકાત થઇ હતી.

Shah Jina