લોકો હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, પ્લેનની અંદર અચાનક ધુમાડો ભરાયો, સમગ્ર ઘટના જાણીને પ્લેનમાં બેસતા પેલા સો વાર વિચારશો

ગોવા વાળી ફ્લાઈટમાં યાત્રીઓ ફફડી ગયા, પ્લેનની અંદર અચાનક ધુમાડો ભરાયો, સમગ્ર ઘટના જાણીને પ્લેનમાં બેસતા પેલા સો વાર વિચારશો

સ્પાઈસ જેટની એક ફ્લાઈટનું બુધવારે રાત્રે હૈદરાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કેબિન અને કોકપીટમાં ધુમાડો જોવા મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ને એલર્ટ કર્યું. આ પછી ગ્રાઉન્ડ સ્ટાફ એલર્ટ થઈ ગયો અને સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. ગોવાથી હૈદરાબાદ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બુધવારે રાત્રે અચાનક ધુમાડાના ગોટેગોટા દેખાતા હોબાળો મચી ગયો હતો. આ પછી સ્પાઈસ જેટના વિમાનને ઉતાવળમાં હૈદરાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

કેબિનમાં ભરાયેલા ધુમાડાને કારણે પ્લેનની અંદરનો નજારો એવો હતો કે લોકો ડરી ગયા હતા. ક્રૂ મેમ્બરોએ પ્લેનના મુસાફરોને પ્રાર્થના કરવાની સલાહ પણ આપી હતી. જોકે, ડીજીસીએ એટલે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. સ્પાઈસ જેટે ધુમાડાનું કારણ જાહેર કર્યું નથી, પરંતુ કહ્યું છે કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ડીજીસીએના અધિકારીના જણાવ્યા અનુસાર વિમાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યા બાદ મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટ ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા

અને આ દરમિયાન એક મુસાફરને પગમાં સામાન્ય ઈજા થઈ હતી. વિમાનમાં 86 મુસાફરો હતા. તમામ સુરક્ષિત છે,” ફ્લાઇટ ગોવાથી રાત્રે 9.55 વાગ્યે ઉપડી હતી અને હૈદરાબાદમાં 11.30 વાગ્યે નિર્ધારિત લેન્ડિંગ પહેલાં, પાયલટે કોકપિટમાં ધુમાડો જોયો હતો. આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને ધુમાડાને કારણે એક મહિલા મુસાફર બીમાર પડી હતી. ઈમરજન્સી લેન્ડિંગના કારણે નવ ફ્લાઈટને અન્ય શહેરોમાં ડાયવર્ટ કરવી પડી હતી. છ ડોમેસ્ટિક ફ્લાઈટ, બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ અને એક કાર્ગો ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી.

Shah Jina